બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / youth tied to a tree and thrashed also urinated upon when he asked for some water

ઓડિસા / પ્રેમ પ્રકરણમાં એક યુવક સાથે થયું એવું અમાનવીય વર્તન કે જોનારાઓનાં રુવાંડા ઉભા થઈ ગયા

Shalin

Last Updated: 05:08 PM, 22 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓડિસામાં એક યુવકને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો. માર ખાઈ રહેલા યુવકે જ્યારે મારનારાઓ પાસે પાણી માંગ્યું તો નિર્દયી યુવકોએ તેના મોઢા પર પેશાબ કરી દીધો હતો. મળતી માહિતી મુજબ પ્રેમ પ્રસંગને કારણે યુવકને નિર્દયી બની માર મારવામાં આવ્યો હતો.

  • પીડિત યુવકે કહ્યું તેણે પાણી માંગ્યું તો તેનાં મોઢા પર પેશાબ કર્યો
  • તેમજ તેને ઝાડ સાથે બાંધી માર મારવામાં આવ્યો હતો
  • યુવકને માર મારતો વીડિયો વાયરલ થતાં ઘટના પ્રકાશમાં આવી હતી

મોબાઈલમાં વીડિયો સ્વરુપે કેદ ઘટનાં વાઈરલ

આ ઘટના ખુર્દા જિલ્લાના કૈપાદર ગામની છે.  18 ડિસેમ્બરનાં રોજ એક યુવક સાથે આ અમાનવીય ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આ ઘટનાનો વીડિયો વાઈરલ થયો હતો.  આ પછી આ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો.  જાણવા મળ્યું છે કે ગામનાં જ એક વ્યક્તિએ આ ઘટનાને પોતાનાં મોબાઈલમાં વીડિયો સ્વરુપે કેદ કરી હતી.

પોલીસનાં કહેવા પ્રમાણે પીડિત યુવકને માર મારનારા યુવકો સાથે ઝઘડો થયો હતો

પીડિત યુવક ઓડિસાનાં ખુર્દા જિલ્લાનાં બંગીદા ગામનો રહેવાસી છે.  પીડિત યુવકે જણાવ્યું હતું કે 15 ઓગસ્ટે કૈપાદરા ગામમાં રહેનારા લોકો અચાનક ગામમાં આવી ગયા અને ત્યાં ધમાલ કરવા લાગ્યાં હતા. આ બાદ બંગાળી ગામનાં લોકોએ તેમને માર માર્યો હતો. પીડિત યુવકનાં જણાવ્યાં મુજબ બદલો લેવા માટે કૈપાદાર ગામનાં કેટલાક લોકોએ તેને માર માર્યો હતો. જોકે પોલીસનું કહેવું છે કે ગત 17 ડિસેમ્બરે પીડિત યુવકની ગતિયા પલટાસિંહ નામનાં એક યુવક સાથે વિવાદ થઈ ગયો હતો.

આ રીતે બધાએ મળી યુવકનું અપહરણ કર્યું

આ ચઢાઉતરીનાં આગલા દિવસે ગતિયા અને તેનાં સાથી રાજા સ્વેને તેને ફોન કર્યો અને ભાટાપાડા ગામ આવવા કહ્યું. આ બાદ તેમણે તેનાં બન્ને સાથીઓને ફોન કર્યો. આ બધાએ મળીને આ યુવકનું અપહરણ કર્યુ. પીડિત યુવકે આ તમામ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં જણાવ્યા મુજબ લોકોની ભીડની વચ્ચે તેની સાથે મારપીટ કરવામાં આવી છે. તેમજ આ અમાનવીય હરકત કરવામાં આવી છે. યુવકના જણાવ્યાનું સાર લોકોએ તેને ઝાડ સાથે બાંધી માર માર્યો હતો. જ્યારે તેણે માર મારનારા યુવકો પાસે પાણી માંગ્યું તો તેમણે તેનાં મોઢા પર પેશાબ કરી દીધો હતો.

આ ઘટનામાં પોલીસે કેસ દાખલ કર્યો છે અને એક  આરોપી રાજા સ્વૈનની ધરપકડ પણ કરી છે. પોલીસનું કહેવું છે કે પ્રેમ પ્રસંગમાં આ યુવકને માર મારવામાં આવ્યો છે.  હાલમાં પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ