બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અજબ ગજબ / 'વધારાની તાકાત' આવતાં યુવાને સ્મશાનમાં ખોદી કાઢી મહિલાની લાશ, પછી કર્યું અતિ ભયાનક, લોકો છળી મર્યાં!
Last Updated: 12:10 PM, 24 May 2025
પશ્ચિમ બંગાળમાં એક નશામાં ધૂત યુવકે 7 વર્ષ પહેલાં દફનાવેલી મહિલાની લાશ ખોદી કાઢી હતી અને પછી તેની સાથે સેલ્ફી લીધી હતી. પૂર્વ મેદિનીપુર જિલ્લાના કોન્ટાઈમાં બનેલી આ ઘટનાએ સ્થાનિકોને સ્તબ્ધ કરી દીધા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ હાડપિંજર લગભગ સાત વર્ષ પહેલાં દફનાવવામાં આવેલી સ્થાનિક મહિલાનું હતું. પ્રભાકર સીત નામનો યુવકે દારુના નશામાં લાશ ખોદી કાઢી હતી અને કંકાલ સાથે સેલ્ફી લીધી હતી.
ADVERTISEMENT
જોઈ જતાં લોકોએ યુવાનને માર માર્યો
આ ખૌફનાક ઘટના જોઈ જતાં લોકોએ યુવાનને માર માર્યો હતો પરંતુ પોલીસે વચ્ચે પડીને તેને છોડાવ્યો હતો. ગ્રામજનોએ શરૂઆતમાં યુવકને પોલીસને સોંપવાનો ઇનકાર કર્યો હતો. પોલીસે યુવકને ટોળાથી બચાવવાનો પ્રયાસ કરતા પરિસ્થિતિ ઝડપથી વણસી ગઈ અને પોલીસ પર ઇંટો ફેંકવામાં આવી. આ ઝપાઝપીમાં ત્રણ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા. પોલીસે બે કલાક પછી પરિસ્થિતિ કાબુમાં લીધી અને ગંભીર રીતે ઘાયલ પ્રભાકરને ટોળામાંથી બચાવ્યો. તેને સારવાર માટે તાત્કાલિક કાંઠી સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.
ADVERTISEMENT
યુવકે હાડપિંજર કેમ બહાર કાઢ્યું- પોલીસ માટે તપાસનો વિષય
ઘટનાસ્થળેથી દારૂની બોટલ મળી આવી હતી, જેના કારણે પોલીસને શંકા છે કે ઘટના સમયે યુવક નશામાં હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રભાકર અગાઉ બીજા રાજ્યમાં એક હોટલમાં કામ કરતો હતો પરંતુ દારૂ પીવાની આદતને કારણે તેણે નોકરી ગુમાવી દીધી હતી. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે યુવકે કબરમાંથી મહિલાનું હાડપિંજર કેમ બહાર કાઢ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.