બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Youth dies in hit and run in Valsads Pardi family laments
Mahadev Dave
Last Updated: 12:11 AM, 14 March 2023
ADVERTISEMENT
વલસાડ જિલ્લાના પારડીમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યાં વાહન ચાલકે આડફેટે લેતા યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ કેસની કરુણતા એ છે કે યુવાનના ત્રણ દિવસ બાદ લગ્ન સમારોહ યોજવાનો હતો. લગ્ન અગાઉ જ યુવાનને કાળ આંબી જતા પરિવારજનોમાં હૈયાફાટ રુદન ફેલાયું છે. લગ્નનો મંગલ પ્રસંગ માતમમા ફેરવાઈ જતા સમગ્ર પંથકમાં ગામગીની છવાઈ ગઈ છે.
ADVERTISEMENT
યુવાનના 18 માર્ચે લગ્ન યોજાવાના હતા
આ ગોજારી ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઓરવાડા ગામે રહેતા મનોજભાઈ નાયક નામના 40 વર્ષીય યુવાનના 18 માર્ચે લગ્ન યોજાવાના હતા. જેને લઈને પરીવારજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો.લગ્નના રૂડા ગીતો અને તૈયારી ચાલી રહી હતી. આવી સ્થિતિ વચ્ચે યુવાનના ત્રણ દિવસ બાદ લગ્ન હોવાથી યુવાન ઉદવાડા ખાતે ખરીદી માટે ગયો હતો. ત્યારબાદ ખરીદી કરી યુવાન પોતાના ઘરે પરત જઈ રહ્યો હતો આ દરમિયાન પારડી હાઇવે પર ખાડામા બાઇકનું ટાયર આવી જતા અકસ્માત સર્જાયો હતો અને યુવાન રોડ પર પટકાયો હતો. ત્યારબાદ પાછળથી આવતા ટ્રકે અડફેટે લેતા યુવાન કચડાઈ ગયો હતો અને તેનું મોત નીપજ્યું હતું. જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.
પરિવારજનો આરોપ લગાવી કહ્યું કે
આ કરુણ ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી ગયા હતા. ત્યારબાદ સ્થાનિક લોકો અને રાહદારીઓએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બાદમાં મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પારડી પોલીસે મૃતદેહનો કબજે સંભાળી પીએમ અર્થે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ હાઇવે પરના ખાડાને લઈને યુવાનનો જીવ ગયો હોવાના પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT