બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા! યુનિવર્સિટીની કેન્ટીનમાં બે વસ્તુઓના સેમ્પલ ટેસ્ટમાં ફેલ
Last Updated: 11:58 PM, 4 February 2025
ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા હોવાનો આક્ષેપ થયો છે.. યુનિવર્સિટીની કેન્ટીનમાં મળતા મસ્કાબન અને સોસ ખાવાલાયક ન હોવાનો દાવો કરાયો છે..
ADVERTISEMENT
યુથ કોંગ્રેસે કેન્ટીનના ત્રણ ખાદ્યપદાર્થોના સેમ્પલ લઇ AMCની લેબમાં ટેસ્ટ કરાવ્યો
યુથ કોંગ્રેસે અલગ અલગ ત્રણ વસ્તુઓના સેમ્પલ લઈ AMCની લેબમાં ટેસ્ટ કરાવ્યો હતો. સેમ્પલ રિપોર્ટમાં અલગ અલગ ત્રણ વસ્તુમાંથી 2 વસ્તુ ખાવાલાયક ન હોવાનું ખુલ્યું હતું. સોસમાં ટામેટાનું પ્રમાણ ઓછું અને કલરનું પ્રમાણ વધું હોવાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT
કેન્ટીનના સંચાલકો સામે કાર્યવાહી કરવા યુથ કોંગ્રેસની માંગ
મસ્કાબનના સેમ્પલમાં પણ સિન્થેટિક કલરનું પ્રમાણ વધુ હોવાનું રિપોર્ટમાં જોવા મળ્યું હતું. વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને કેન્ટીનના સંચાલકો સામે કાર્યવાહી કરવા યુથ કોંગ્રેસે માંગ કરી છે.
આ પણ પણ વાંચોઃ હોસ્પિટલમાં સારવાર બાબતે માથાકૂટ, દર્દીના સગાએ ડોક્ટર પર છરીના ઘા ઝીંક્યા, જુઓ વીડિયો
જો આ દાવો સાચો હોયતો પછી અનેક સવાલ ઉભા થાય તેમ છે.. કેટલા સમયથી આવા બિન આરોગ્યપદ સોસ અને મસ્કાબન વિદ્યાર્થીઓને આપવામાં આવતા હશે, તે પણ એક મોટો સવાલ બન્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.