Team VTV01:35 PM, 08 Jan 22
| Updated: 01:48 PM, 08 Jan 22
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્ર પર IIM અમદાવાદ અને IIM બેંગ્લોરના 183 વિદ્યાર્થીઓએ હસ્તાક્ષર કર્યા છે, જેમાં 13 ફેકલ્ટી સભ્યોનો પણ સમાવેશ થાય છે.
IIMના વિદ્યાર્થીઓએ PM મોદીને લખ્યો પત્ર
IIM અમદાવાદ અને બેંગ્લોરના 183 વિદ્યાર્થીઓએ સહી
પત્રમાં જાતિ આધારિત હિંસા વિરુદ્ધ બોલવાની અપીલ
IIMના વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઓપન લેટર લખ્યો છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM)ના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોએ એક ખુલ્લા પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશમાં નફરતભર્યા ભાષણ અને જાતિ આધારિત હિંસા વિરુદ્ધ બોલવાની અપીલ કરી છે. આ પત્ર પર IIM અમદાવાદ અને IIM બેંગ્લોરના કેટલાક વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સની સહી પણ છે.
શું લખ્યુ છે પત્રમાં ?
પત્રમાં કહેવામાં આવ્યુ છે કે ધર્મ તથી જાતિની ઓળખના આધારે ધિક્કારવાળું ભાષણ અને સમુદાયો સામે હિંસા કરવાની હાકલ અસ્વીકાર્ય છે. આવા મુદ્દાઓ પર વડાપ્રધાનનું મૌન નફરતભર્યા અવાજોને પ્રોત્સાહન આપી રહ્યું છે. તેમ પત્રમાં કહેવામાં આવ્યુ છે. મહત્વનુ છે કે હાલમાં જ હરિદ્વારમાં ધર્મ સંસદમાં નફરતભર્યા ભાષણનો મામલો સામે આવ્યો છે. ધર્મ સંસદમાં, કેટલાક હિંદુ ધર્મગુરુઓએ લોકોને મુસ્લિમો સામે શસ્ત્રો ઉપાડવા વિનંતી કરી અને નરસંહારની હાકલ કરી હતી.
'તમારી ચુપકીદી નફરતભર્યા ભાષણોનો અવાજ વધારે છે'
પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય બંધારણ ભલે કોઈના ધર્મનું સન્માન સાથે પાલન કરવાનો અધિકાર આપે છે, પરંતુ દેશમાં ભયની લાગણી છે. તેમાં લખવામાં આવ્યું છે કે, 'હવે આપણા દેશમાં ભયનો માહોલ છે - ચર્ચ સહિત પૂજાના સ્થળોમાં તાજેતરના દિવસોમાં તોડફોડ કરવામાં આવી રહી છે, અને અમારા મુસ્લિમ ભાઈઓ અને બહેનો સામે હથિયાર ઉઠાવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.'