બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / your phone will also be explode or blasts if you are doing these 5 mistakes

Tech News / આ 5 ભૂલો કરશો તો ગમે ત્યારે તામારો ફોન થઈ શકે છે બ્લાસ્ટ, જાણો સુરક્ષિત રહેવાના ઉપાયો

ParthB

Last Updated: 05:35 PM, 13 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફોનની બેટરી ફાટવાની ઘટના છેલ્લા થોડા સમયથી સામાન્ય થઈ ગઈ છે. હાલમાં એક વનપ્લસ નોર્ડ 2 સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થયો હતો

  • છેલ્લા થોડા સમયથી ફોનની બેટરી ફાટવાની ઘટના વધી છે.
  • પોતાના ફોન પર આ 5 કામ કરવાથી હંમેશા બચો 
  • સુરક્ષિત રહેવાના ઉપાયો 

છેલ્લા થોડા સમયથી ફોનની બેટરી ફાટવાની ઘટના વધી છે.

ફોનની બેટરી ફાટવાની ઘટના છેલ્લા થોડા સમયથી સામાન્ય થઈ ગઈ છે. હાલમાં એક વનપ્લસ નોર્ડ 2 સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થયો હતો જેનાથી યુઝરને ખૂબ નુકસાન થયું હતું. આ વર્ષની શરૂઆતમાં લોન્ચ થયા બાદથી વનપ્લસ નોર્ડ 2ના બ્લાસ્ટ થવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. ચોંકાવનારી વાત એ છે કે મોટાભાગના મોમલામાં કંપનીએ યુઝર્સને તેના માટે જવાબદાર ગણાવ્યા હતા. અને દાવો કર્યો કે ફોન ઉપયોગ કરવા માટે સુરક્ષિત છે. જેવો કે વનપ્લસનો દાવો છે કે દરકે બ્રાન્ડ્સના દરેક સ્માર્ટફોન વિવિધ ક્વોલિટી અને સેફ્ટી ટેસ્ટમાંથી પસાર થાય છે. જેમાં પ્રેશર અને ઈમ્પેક્ટ ટેસ્ટના ઘણા લેવલ શામેલ છે. જોકે અમુક અપવાદ પણ હોઈ શકે છે. 

ફોન બ્લાસ્ટ થવાના ઘણા કારણો હોઈ શકે છે. જેમાંથી એક કંપની દ્વારા એક અનુચિત ક્વોલિટી ટેસ્ટ હોઈ શકે છે. ત્યાં જ અન્યમાં ગ્રાહકો જવાબદાર છે. કારણ કે હાલના દિવસોમાં ફોનની બેટરી બ્લાસ્ટ થવાની ઘટનાઓ ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. માટે અમે પાંચ એવી વસ્તુઓ જણાવવા જઈ રહ્યા છીએ જે સંભવતઃ આ ઘટનાઓનું કારણ બની શકે છે. 

ડિવાઈસ અથવા બેટરીનું ફિઝિકલ ડેમેજ 

ફોનની બેટરીના ફાટવાના સૌથી   સામાન્ય કારણોમાંથી એક છે ડેમેજ બેટરી. ઘણી   વખત તમે પોતાનો ફોન નીચે પાડો છો. તેના કારણે બેટરી ખરાબ થઈ જાય છે. જેનાથી શોર્ટ-સર્કિટ, ઓવરહીટિંગ અને બીજુ પણ ઘણુ બધુ થઈ શકે છે. જો તમારી બેટરી ખબાર થઈ ગઈ છે તો મોટાભાગના મામલામાં તે ફૂલી જાય છે. જેનાથી રિયર પેનલને જોઈને ઓળખી શકાય છે. 

સુરક્ષિત રહેવાના ઉપાયો 

જો તમને હજુ પણ લાગે છે કે બેટરી ફૂલી ગઈ છે તો તેને સર્વિસ સેન્ટરમાં લઈ જાઓ અને ઓરિજનલ બેટરી નખાવો. 

ગમેતે ચાર્જરનો ઉપયોગ 

આ બેટરી બ્લાસ્ટની ઘટનાઓ થવાના સૌથી સામાન્ય કારણોમાંથી એક છે. બ્રાન્ડ હંમેશા યુઝર્સને ઓફિશયલ ચાર્જરનો જ ઉપયોગ કરવાની સલાહ આપે છે. પરંતુ મોટાભાગે   લોકો આમ નથી કરતા હોતા. પ્રોપરાઈટરના ચાર્જના ઉપરાંત કોઈ અન્ય ફોનને ચાર્જ કરવું હંમેશા જોખમ ભર્યુ હોઈ શકે છે અને એવું એટલા માટે કારણ કે થર્ડ-પાર્ટી ચાર્જર્સમાં મોબાઈલ ડિવાઈસ માટે જરૂરી સ્પેક્સની કમી હોય છે. મોટાભાગના મામલામાં, સસ્તા અને અપ્રમાણિત ચાર્જર ફોનને ગરમ કરે છે અને બેટરી સહિત ઈન્ટરનલ કંપોનેન્ટ્સને નુકસાન પહોંચાવી શકે છે. 

આખી રાત ન કરો ચાર્જ 

આખી રાત ચાર્જ કરવાથી ફોનની બેટરી બ્લાસ્ટ થઈ શકે છે. આપણામાંથી મોટાભાગના લોકો પોતાના મોબાઈલ ફોનને આખી રાત ચાર્જ પર રાખે છે. આ હકીકતે તમારા ફોનને બગાડે છે. વધારે સમય સુધી ચાર્જ કરવાથી ઓવરહીટિંગ, શોર્ટ-સર્કિટ અને ક્યારેક ક્યારેક વિસ્ફોટ થઈ જાય છે. આ કારણથી, કોઈ ચિપ્સ ચાર્જિંગ સ્તર 100 ટકા પહોંચવા પર ચાર્જિંગ ઓટોમેટિક બંધ કરવાની ક્ષમતાની સાથે આવે છે પરંતુ ઘણા ફોનમાં આવી સુવિધા નથી હોતી. 

બેટરી પાણી અથવા સીધા તાપના સંપર્કમાં આવે

ફોનની બેટરીને સીધા તાપ કે પાણીના સંપર્કમાં લાવવાથી બેટરી ફાટવાની ઘટનાઓ થઈ શકે છે. ઘણી વધારે ગરમી સેલ્સને અનસ્ટેબલ કરી શકે છે અને ઓક્સીજન અને કાર્બન ડાયોક્સાઈડ જેવા ગોસોનું ઉત્પાદન કરી શકે છે. જેથી બેટરી ફૂલી શકે છે અને છેલ્લે ફાટી શકે છે. માટે સારૂ રહેશે કે ફોનને સીધા તાપમાં ન રાખો. આ જ રીતે ફોન/ કોઈ પણ ઈલેક્ટ્રોનિક ઉપકરણને પાણીના સંપર્કમાં લાવવાથી બેટરી સહિત અંતરિક ભાગ પ્રભાવિત થઈ શકે છે. તેનાથી વિસ્ફોટની ઘટાન થઈ શકે છે. આજકાલ અમુક ફોન આઈપી સર્ટિફિકેટશનની સાથે આવે છે. પરંતુ આવા વિકલ્પ સીમિત હોય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

SmartPhone Tech News blast explode ગુજરાતી ન્યૂઝ ટેક ન્યૂઝ સ્માર્ટફોન Technology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ