સોશિયલ મીડિયામાં હાલ 10 Year Challengeનો ટ્રેન્ડ શરૂ થયો છે ત્યારે લોકો પોતાનો 10 વર્ષ જૂનો અને હાલનો ફોટો પોસ્ટ કરે છે. જેમાં 10 વર્ષમાં પોતે કેટલા બદલાયા તે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. 10 Year Challenge હેશટેગ પર અત્યાર સુધીમાં 50 લાખથી વધુ પોસ્ટ થઈ ચુકી છે. અનેક સેલેબ્રેટીઓએ પણ આ ચેલેન્જ માટે ફોટોઝ પોસ્ટ કર્યા છે. પરંતુ એક અહેવાલ પ્રમાણે 10 Year Challenge ખતરારૂપ બની શકે છે. એવી શંકા છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે ડેટાનો ઉપયોગ કરવામાં આવી શકે છે. ફેસ રેકોગ્નિઝમ સિસ્ટમને મજબુત બનાવવા માટે આ ચેલેન્જના હેશટેગના ડેટાનો ઉપયોગ કરવામાં આવી શકે છે.
તો આ મામલે તર્ક આપતા ઘણા લોકો કહે છે કે ફેસબૂક પાસે પહેલેથી જે આ ફોટોઝ હતા તો ચેલેન્જ વગર પણ તે ડેટા મેળવી શકતું હતુ. તેના જવાબમાં અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે 10 વર્ષ પહેલા પોસ્ટ કરેલો જે તે સમયનો જ છે કે તે પહેલાનો છે તે જાણી શકાતુ ન હતું.. પરંતુ લોકો સામેથી 10 વર્ષ પહેલાનો અને અત્યારનો ફોટો પોસ્ટ કરે છે. જેથી 10 વર્ષમાં વ્યક્તિના ચેહરામાં કેટલું પરિવર્તન થયું તે જાણીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને મજબૂત કરી શકાય છે.