બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:32 AM, 3 December 2024
World’s Youngest Serial Killer: વિશ્વભરમાં દરરોજ ઘણા ગુનાઓ થાય છે, પરંતુ કેટલાક ગુનાઓ એવા છે જેને ભૂલી જવું લગભગ અશક્ય છે. 2007માં આવા જ એક ગુનાની ખૂબ ચર્ચા થઈ હતી. અમે વાત કરી રહ્યા છીએ અમરજીત સાદાની, જે સિરિયલ કિલર હતો અને તેણે 3 છોકરીઓની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. આ કૃત્ય સીરીયલ કિલિંગ કરતા અલગ હતું કારણ કે તેનો ભોગ બાળકો બન્યા હતા, પરંતુ હત્યારો પણ બાળક હતો. આ ગુનો કર્યો ત્યારે અમરજીત માત્ર 8 વર્ષનો હતો. આ કારણે અમરજીત સાદાને દુનિયાનો સૌથી નાનો સિરિયલ કિલર કહેવામાં આવે છે.
ADVERTISEMENT
ક્યારે શરૂ થઈ કહાની?
ADVERTISEMENT
2007માં એક છોકરીના ગુમ થવાના કેસમાં અચાનક નવો વળાંક આવ્યો જ્યારે છોકરીના માતા-પિતાએ તેમની દીકરીના ગુમ થવા માટે 8 વર્ષના છોકરાને જવાબદાર ઠેરવ્યો. બિહારના બેગુસરાયના મુસાહરી ગામમાં 3 વર્ષની ખુશ્બૂ ઘણા દિવસોથી ગુમ હતી, ત્યારપછી આખા ગામે આ બાળકીને શોધવાનું શરૂ કર્યું. આખરે કંટાળીને ખુશ્બુનો પરિવાર પોલીસ પાસે ગયો. આ પછી જે સત્ય બહાર આવ્યું તેણે પોલીસ સહિત સૌને ડરાવી દીધા.
ખુશ્બુના માતા-પિતાએ પોલીસને જણાવ્યું કે તેમને અમરજીત સાદા પર શંકા છે. જોકે પહેલા તો પોલીસને લાગ્યું કે પરિવાર પરસ્પર દુશ્મનાવટના કારણે આક્ષેપો કરી રહ્યો છે, પરંતુ બાદમાં અમરજીતે પોતે જ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. જ્યારે પોલીસે અમરજીતને આ અંગે પૂછ્યું તો તેણે કહ્યું, 'પહેલા મને બિસ્કિટ આપો, પછી હું કહીશ'. જ્યારે તેને બિસ્કીટનું પેકેટ મળ્યું ત્યારે તે પોલીસને ખુશ્બુ પાસે લઈ ગયો, જ્યાં ખુશ્બુનો મૃતદેહ હતો.
વધુ પૂછપરછ દરમિયાન અમરજીતે એ પણ જણાવ્યું કે ખુશ્બુ સિવાય તેણે વધુ બે છોકરીઓની હત્યા કરી હતી, જે તેના જ પરિવારની હતી. આ બંને છોકરીઓ 6 વર્ષ અને 3 મહિનાની અમરજીતની બહેનો હતી. અમરજીતને તેના ગુનાનો કોઈ પસ્તાવો નહોતો, હકીકતમાં તેને તે કરવામાં મજા આવતી હતી. આ હત્યાઓ અમરજીતે 2006-2007 વચ્ચે કરી હતી. 8 વર્ષની ઉંમરે અમરજીતને જેલમાં મોકલી ન શકાય, તેથી તેને બાળ ગૃહમાં મોકલવામાં આવ્યો હતો.
કેમ કરતો હતો આમ?
રિપોર્ટ કહે છે કે જ્યારે પોલીસે અમરજીત સાથે પહેલીવાર વાત કરી ત્યારે તે પોતાનો ગુનો કબૂલ કરતી વખતે વિચિત્ર રીતે હસતો હતો, તો શું જુવેનાઈલ હોમ આ સ્થિતિમાં તેનામા સુધારો લાવી શકે છે? તમને જણાવી દઈએ કે અમરજીતને 18 વર્ષનો ન થાય ત્યાં સુધી અહીં રાખવામાં આવ્યો હતો, ત્યારબાદ તેનું નામ બદલીને તેને બીજી જગ્યાએ મોકલી દેવામાં આવ્યો હતો. હવે સવાલ એ થાય છે કે અમરજીતે આવું કેમ કર્યું, કારણ કે કોઈ સામાન્ય માણસ આવો ગુનો કરી શકે નહીં. મનોવૈજ્ઞાનિકોની એક પેનલ અમરજીત સાથે વાત કરે છે અને બાદમાં તારણ કાઢે છે કે તેને 'કન્ડક્ટ ડિસઓર્ડર' નામની વિકૃતિ બિમારી છે. જેમાં બીજાને દુઃખ પહોંચાડવામાં આનંદ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.