વડોદરામાં તૃષા હત્યા કેસ બાદ વધુ એક હડકંપ મચાવી દેનારી ઘટના સામે આવી હતી. ડભોઈની યુવતીની આત્મહત્યા અને ગેંગરેપની ઘટના સામે આવી હતી. જોકે હવે આ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે.
ડભોઇની યુવતી આત્મહત્યા અને ગેંગરેપના મામલામાં નવો ખુલાસો
ગેંગરેપના ગૂનામાં પ્રેમીની ભૂમિકા હોવાનું સામે આવ્યું
દુષ્કર્મથી યુવતીને ગર્ભ રહ્યું હતું
યુવક રિક્ષાચાલક નહીં પણ ખાનગી કંપનીમાં નોકરી કરે છે
મુંબઇના પોલીસ સ્ટેશનમાં વડોદરામાં 3 મહિના અગાઉ એક યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ આ કેસને વડોદરાના ડભોઈ ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. યુવતીએ ગઈકાલે જ કરજણના કુરાલી ગામે કેનાલમાં કૂદી આપઘાત કર્યો છે. ત્યારે હવે આ કેસમાં ઉંડી તપાસ કરવામાં આવતા નવો ખુલાસો થયો છે.
આરોપી પ્રેમીએ કરી કબૂલાત
પોલીસ તપાસમાં સમગ્ર કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. ગેંગરેપના ગૂનામાં પ્રેમીની ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આણંદના યુવકની અટકાયત કરી છે. યુવક રિક્ષાચાલક નહીં પણ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. યુવક અને ભોગ બનનાર પીડિતા વચ્ચે પ્રેમ સંબંધ હતો. યુવકે પોલીસ સમક્ષ યુવતીના પેટમાં તેનું જ ગર્ભ હોવાનો સ્વીકાર કર્યો છે. અજાણ્યા રિક્ષા ચાલક સહિત 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. દુષ્કર્મથી યુવતીને ગર્ભ પણ રહ્યું હતું. 2 વ્યક્તિઓ દ્વારા તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલે સામુહિક દુષ્કર્મ અને બળાત્કારનો ગુનો નોંધયેલો છે. ડભોઇ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
શું થઇ હતી ફરિયાદ?
અત્રે ઉલ્લેખનીય છે કે, આ યુવતીને લીફ્ટ આપવાના બહાને રીક્ષામાં બેસાડીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ હતી. એક ખેતરમાં યુવતી સાથે દુષ્કર્મ થયું હતું. જે ઘટનાને છુપાવવા માટે યુવતી વડોદરાથી મુંબઈ જતી રહી હતી. જ્યાં તે ઘરકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. જોકે દુષ્કર્મ બાદ યુવતીના પેટમાં 3 મહિનાનો ગર્ભ રહી જતા યુવતીએ મુંબઈના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે ગઇકાલે આ યુવતીનો મૃતદેહ કુરાલી ગામની કેનાલમાંથી મળી આવ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાના નવલખી અને વેક્સિન ગ્રાઉન્ડ દુષ્કર્મ અને હાઇવે પર પ્રેમીએ યુવતીની હત્યા કરી, થોડા દિવસોમાં જ 3 મહિલાઓના મૃતદેહ મળી આવ્યા. શહેરમાં અને સમાજમાં ખુબ જ ગંભીર પ્રકારની પ્રવૃતિઓ સમાજમાં બની રહી છે. 3-3 ઘટના બની છે જે મામલે ડભોઇ પોલીસ કામે લાગી છે. એક જ ટાઉનમાંથી 3 મહિલાઓની લાશ મળી આવવી ખુબ જ ગંભીર મુદ્દો છે.