બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / નાઈટ શિફ્ટમાં કામ કરતું યુવાધન ચેતે! બાળક પેદા કરવામાં થશે પ્રોબ્લેમ, આ નિયમોની ગાંઠ બાંધી લેજો

સ્વાસ્થ્ય / નાઈટ શિફ્ટમાં કામ કરતું યુવાધન ચેતે! બાળક પેદા કરવામાં થશે પ્રોબ્લેમ, આ નિયમોની ગાંઠ બાંધી લેજો

Last Updated: 08:51 PM, 11 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકો નાઈટ શિફ્ટમાં કામ કરે છે, તેમને અનેક શારીરિક અને માનસિક સમસ્યાઓ થઈ શકે છે. જેમાં પ્રજનન ક્ષમતા પણ પ્રભાવિત થાય છે. જેનાથી માતા પિતા બનવામાં મુશ્કેલી ઊભી થાય છે.

અનેક એવી વર્ક ફિલ્ડ છે જેમાં નાઈટ શિફ્ટ પણ ચાલુ હોય છે. પરંતુ નાઈટ શિફ્ટમાં કામ કરવાથી માણસની પ્રજનન ક્ષમતા પ્રભાવિત થાય છે. અનેક રિસર્ચમાં આ વાત સામે આવી ચૂકી છે. એક્સપર્ટ આ મામલે શું કહે છે તે અહીંયા આપણે જાણવાનો પ્રયાસ કરીશું.

એક્સપર્ટ મુજબ, પુરુષ હોય કે સ્ત્રી, જો તે સતત નાઇટ શિફ્ટમાં કામ કરે તો તેમની પ્રજનન ક્ષમતા ઘટી જાય છે. નાઇટ શિફ્ટ વ્યક્તિની સર્કેડિયન રિધમને બગાડે છે, જેના કારણે અનેક પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓ થાય છે. એનાથી ફર્ટિલિટી હેલ્થ પર પણ અસર થાય છે. સતત નાઈટ શિફ્ટમાં કામ કરવાને કારણે મહિલાઓમાં પીરિયડ્સ અનિયમિત થવા લાગે છે, જેના કારણે ગર્ભધારણ બાદ કસુવાવડ થવાનું જોખમ વધી જાય છે. આ સિવાય સ્ત્રીઓમાં રિપ્રોડક્ટિવ હોર્મોન્સ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઘટવા લાગે છે, જેના લીધે ગર્ભાવસ્થામાં સમસ્યાઓ થવાની સંભાવના રહે છે. તો નાઇટ શિફ્ટના કારણે પુરુષોના શુક્રાણુઓને ખરાબ રીતે અસર કરી શકે છે. નાઈટ શિફ્ટને કારણે પુરુષોમાં હોર્મોન્સનું સંતુલન ખોરવાય છે જેના કારણે સર્કેડિયન રિધમ ડિસ્ટર્બ થાય છે અને સ્પર્મની ક્વોલિટી બગડવા લાગે છે. તેનાથી પિતા બનવાની ક્ષમતા પર ખરાબ અસર થાય છે.

PROMOTIONAL 9
  • નાઇટ શિફ્ટથી મહિલાઓને નુકસાન

એક્સપર્ટ મુજબ, જો કોઈ સ્ત્રી સતત નાઈટ શિફ્ટમાં કામ કરતી હોય તો પીરિયડ્સ ક્યારેક મોડો આવે છે તો ક્યારેક વહેલો આવે છે અથવા તો ક્યારેક ઘણા દિવસો સુધી બિલકુલ નથી આવતો. આ સ્થિતિ સ્ત્રીને ગર્ભવતી થવામાં મુશ્કેલ ઊભી કરી શકે છે. જો લાંબા સમય સુધી સર્કેડિયન રિધમ ખરાબ રહે તો અંડાણુ બનવામાં પરેશાની થાય છે, જે માતા બનવાની ક્ષમતાને પણ અસર કરી શકે છે. ગર્ભાવસ્થા હોય તો કસુવાવડનું જોખમ વધી જાય છે.

વધુ વાંચો : ફેશન બીમારી નોંતરશે! ટાઈટ જીન્સ પહેરતી મહિલાઓ આ 5 સંકટ માટે રહે તૈયાર, કમરની નીચેનો ભાગ થશે નિષ્ક્રિય

  • પુરુષોમાં નાઇટ શિફ્ટનું જોખમ

પુરૂષ લાંબા સમય સુધી નાઈટ શિફ્ટમાં કામ કરે છે તો તેના શુક્રાણુઓની સંખ્યા અને તેની ગતિશીલતા તથા આકારમાં ફેરફાર થાય છે. જેના લીધે વીર્યની ગુણવત્તા બગડવા લાગે છે અને આવા લોકોને પિતા બનવામાં ઘણી મુશ્કેલી પડે છે. આ સિવાય ઘણા પ્રકારના પ્રજનન હોર્મોન્સ ઓછા ઉત્પન્ન થવા લાગે છે. જો નાઈટ શિફ્ટ વધુ સમય સુધી કરવામાં આવે તો શુક્રાણુના ડીએનએ તૂટવા લાગે છે જેના કારણે સંતાન પ્રાપ્તિમાં ઘણી સમસ્યા થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Infertility Fertility Rate Night Shift
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ