બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / Young man abducted in Danilimda, Ahmedabad
Last Updated: 06:04 PM, 7 October 2021
ADVERTISEMENT
અમદાવાદ શહેર ગુનાખોરનું હબ બનતું હોય તેવું લાગી રહ્યું છે, શહેરમાં લૂંટ, અપહરણ, અને ચોરીના બનાવો વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદના દાણીલીમડામાં તેના જ મિત્રોએ અપહરણ કરી તેને માર માર્યો હતો, મિત્રોએ યુવકને વટવા લઈ જઈને માર મારી હોટલમાં ગોંધી રાખ્યો હતો મહત્વનું છે કે યુવક યુવતીને ભાગી જવામાં મદદ કરવાની આશંકાએ યુવકનું તેના જ મિત્રઓએ અપહરણ કરી તેને માર માર્યો હતો અને હોટલમાં ગોંધી રાખ્યો હતો, જો કે સમગ્ર મામલે પોલીસેન જાણ થતા પોલીસે ગુનો યુવકની તપાસ હાથ ધરી હતી. જેમાં યુવક માર મારવા અને ગોંધી રાખવામાં આરોપમાં 3 શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અગાઉ પણ અપહરણ અને ગોંધી રાખવાની ઘટના
આ અગાઉ પણ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં દીકરીના પ્રેમ સંબંધની જાણ થતા દીકરીના પ્રેમીને સબક શીખવવા માટે પિતાએ યુવકના અપહરણ કરાવી તેને માર માર્યાની ઘટના સામે આવી હતી આ સમગ્ર મામલે ક્રાઈમબ્રાંન્ચમાં ફરિયાદ નોંધાતા, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં જ યુવકને અપહરણકારોથી મુક્ત કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે કાર્યવાહી કરતા અપહરણ કરાવનાર પિતા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રેમીને સબક શીખવવા પિતાનું કારસ્તાન
અમદાવાદના બાપુનગરમાં રહેતા યુવકનો દીકરી સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ પિતાને થતા પિતાએ મિત્રો સાથે મળીને યુવકનું બાપુનગરના ડિ માર્ટ પાસેથી અપહરણ કરાવ્યું હતું બાદમાં યુવકને વિજયમીલ પાસે આવેલા ભૈરવસિંગના ઔડાના મકાનમા હાથ પગે બાંધીને ગોંધી રાખી તેને માર મારવામાં આવ્યો હતો, જો કે આ ઘટનાની જાણ ક્રાઈમ બાંન્ચને થતા ટેક્લિકલ સેલની મદદથી યુવકનો પત્તો લગાવી, યુવને ગોંધી રખાતો તે મકાનને કોડન કરીને અપહરણકારોથી મુક્ત કરાયો હતો, જો કે આ ઘટનામાં ક્રાઈમબ્રાંન્ચે પિતા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.