બ્રેકિંગ ન્યુઝ
VTV / young girl ended up life because mother denied to bring pizza for her
Mayur
Last Updated: 02:45 PM, 14 October 2021
ADVERTISEMENT
સદર કોતવાલી ક્ષેત્રમાં એક ભયાનક ઘટના બની હતી. તબાલપૂરા મહોલ્લામાં રહેતી શીખા સોની કે જે મોહન લાલ સોનીની પુત્રી છે.
આ છોકરીએ એક નજીવા કારણથી આત્મહત્યા કરી લીધી હતી. શિખાએ સોમવારે રાત્રે પોતાના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
ADVERTISEMENT
ખોટું લાગી ગયું તો જીવન ટૂંકાવ્યું
જાણવા મળેલી વિગતો અનુસાર શીખાએ પોતાની માતા પાસે પીઝા માંગ્યા હતા. અને માં પીઝા લેવામાં મોડું કરી દીધું હતું. પરંતુ એમને થોડી વાર લાગી ત્યાં તો દીકરીએ આત્મહત્યા કરી લીધી હતી.
હજું બે દિવસ પહેલા હતો બર્થડે
મૃતકના પિતા મોહનલાલે કહ્યું હતું કે હજુ બે દિવસ પહેલા જ તેણીનો બર્થ-ડે હતો. તેણે નર્સિંગનો કોર્સ કર્યો હતો. જિલ્લા હોસ્પિટલમાં તે ત્રણ મહિનાની ટ્રેનિંગ લઈ રહી હતી.
તેમણે કહ્યું હતું કે સોમવારે સાંજે શીખા પોતાની માં પાસે પીઝા માંગતી હતી. માતાએ થોડા સમય પછી લાવી આપવાનું કહ્યું. થોડો સમય લાગી જતાં તેને ખોટું લાગી ગયું હતું અને તેણે આત્મહત્યા કરી લીધી હતી. 10 ઓક્ટોબરે તો શિખનો જન્મ દિવસ હતો અને શીખા સિવાય ઘરમાં ત્રણ બહેનો છે.
શીખાએ પોતાને રૂમમાં બંધ કરી દીધી હતી અને જ્યારે પરિવારજનોએ જોયું ત્યારે ટે લટકેલી દેખાઈ હતી. આ ભયાનક દ્રશ્ય જોઈને પરિવારજનો પર જાણે આભ ફાટી પડ્યું હતું અને તેમણે રોકકળ શરૂ કરી દીધી હતી. પરિવારમાં હાલ ખૂબ ગમગીનીનો માહોલ છે અને હોય જ ને એક જુવાન દીકરી આ રીતે જીવન ટૂંકાવી દે તે કેટલી આઘાતજનક ઘટના છે.
આ મામલે હાલતો પોલીસ તપાસ ચાલી રહી છે અને પોસ્ટમોર્ટમ બાદ વધારે વિગતો સામે આવશે ત્યારે જ ખબર પડશે કે આખરે મામલો શેનો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.