બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : રોમાન્સમાં ભાન ભૂલ્યું કપલ, દરિયા કિનારની મસ્તીમાં ત્રાટક્યું મોત, ભયાનક વીડિયો

રોમાન્સનું મોત / VIDEO : રોમાન્સમાં ભાન ભૂલ્યું કપલ, દરિયા કિનારની મસ્તીમાં ત્રાટક્યું મોત, ભયાનક વીડિયો

Last Updated: 04:03 PM, 19 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરિયા કિનારે પ્રેમી સાથે ઈશ્ક કરી રહેલા પ્રેમિકા લહેરોમાં વહી ગઈ હતી ત્યારે તે ચિત્કાર કરી ઉઠ્યો હતો.

મોટી સંખ્યામાં લોકો મોજ-મસ્તી કરવા દરિયા કિનારે પહોંચ્યા. કેટલાક લોકો ઊંડા દરિયામાં પડીને જીવ ગુમાવે છે. બીચ પર મસ્તી કરતા રશિયન કપલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કપલ ઈશ્કબાજીમાં એટલું ભાન ભૂલ્યું કે મોટી મોટી લહેરો ઉઠતી હતી અને નજીક આવતી હતી તેનું પણ ધ્યાન ન રહ્યું અને આ દરમિયાન પ્રેમિકા મોજા સાથે દરિયામાં વહી ગઈ હતી.

મસ્તીમાં ખોવાયેલા કપલને મોત મળ્યું

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કપલ એકલું પાણીમાં પ્રવેશી રહ્યું છે. હળવી લહેરો વચ્ચે બંને મસ્તી કરી રહ્યા હતા. આ દરમિયાન મોજા જોરદાર થવા લાગ્યા પરંતુ બંને પોતાની મસ્તીમાં મગ્ન હતા. થોડી વાર પછી એક જોરદાર મોજું આવ્યું, જેના કારણે બંનેએ પોતાનું સંતુલન ગુમાવ્યું અને પાણીમાં પડી ગયા.

જોરદાર મોજામાં બંને વહી ગયા પરંતુ..

જોરદાર મોજાનો ભોગ બન્યા પછી પણ બંને ત્યાંથી પાછા હટ્યા નહીં. આ દરમિયાન એક જોરદાર મોજું આવ્યું, જેના કારણે બંને પાણીમાં પડી ગયા. પાણીમાં પડ્યા બાદ બોયફ્રેન્ડ તો બહાર આવ્યો પરંતુ ગર્લફ્રેન્ડ મોજાં સાથે દરિયામાં જતી રહી. પ્રેમીએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ મોજાં એટલા જોરદાર હતા કે તમામ પ્રયાસો નિષ્ફળ ગયા અને તેનો કોઈ પત્તો લાગ્યો નથી.

વધુ વાંચો : વેફરના પડીકાં ખાતા પહેલા સો વાર વિચારજો! પેકેટમાંથી નીકળ્યો મૃત દેડકો, Photos જોઇ ચોંકી જશો

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

આ ઘટનાનો ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સનું માનવું છે કે મસ્તી કરતી વખતે તેમણે ભૂલ કરી હતી અને મોજાઓનું ધ્યાન ન રાખી શક્યા, જ્યારે કેટલાકનું કહેવું છે કે આ બંને અશ્લીલતા કરતા હતા. આવી સ્થિતિમાં તે બધું જ ભૂલી ગયાં હતા અને ખતરો છે તેવું પણ વિસરી ગયાં હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Young couple swept sea viral video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ