બ્રેકિંગ ન્યુઝ
VTV / young boy studying in 6 standard committed suicide because of online game free fire and wrote an emotional suicide not to mother
Mayur
Last Updated: 08:30 PM, 31 July 2021
ADVERTISEMENT
મધ્ય પ્રદેશના છાતરપૂરમાં ઓનલાઈન ગેમમાં 40000 રૂપિયા ખોયા પછી 13 વર્ષના છોકરાએ ફાંસી ખાઈને જીવ આપ્યો. પુલિસ ડી.એસ.પી શશાંક જૈન એ બતાવ્યું કે છટ્ઠા ધોરણ માં ભણતા એક વિદ્યાર્થીએ શુક્રવારે બપોરે પોતાના સમયે ઘરમાં ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી અને ઘટના સ્થળ પર એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. સ્યુસાઇડ નોટ માં વિધ્યાર્થીએ લખ્યું હતું કે તેણે પોતાની માતાના ખાતામાંથી ચાલીસ હજાર રૂપિયા કાઢીને એ પૈસાને ફ્રી ફાયર ગેમમાં બર્બાદ કરી નાખ્યા. વિધ્યાર્થી એ પોતાની માતાની માફી માગતા લખ્યુ છે કે દુઃખ અને પસ્તાવાનાં લીધે તે આત્મહત્યા કરી રહ્યો છે.
માતા-પીતા ઘરે નહોતા ત્યારે કરી આત્મહત્યા
વિધ્યાર્થીની માતા આરોગ્ય ખાતા માં નર્સ છે અને ઘટના સમયે તે જિલ્લાના દવાખાનામાં ફરજ પર હતી. તેના પિતા પેથોલોજી લેબમાં નોકરી કરે છે. બાળકની માતાએ કહ્યું હતું કે પૈસાની લેવડ દેવડના માટે તેમના પર ફોન આવ્યો હતો. ત્યાર બાદ માટે દીકરાને ખિજાઈને ચૂપ કરાવી દીધો હતો. પણ માતાને બિચારીને ક્યાં ખબર હતી કે તેની આ એક નાનકડી ભૂલ તેના દીકરાનો જીવ લેશે. છોકરાએ પસ્તાવાના કારણે પોતાને એક રૂમ માં બંધ કરી લીધો હતો. થોડી વાર પછી તેની મોટી બહેન ત્યાં ગઈ અને તેણે જોયું કે રૂમ અંદર થી બંધ હતો. થોડી વાર સુધી દરવાજો ખખડાવ્યા બાદ ડરી ગયેલી બહેને આખરે તેના મમ્મી-પપ્પાને જાણ કરી હતી.
ADVERTISEMENT
ઘટનાક્રમ
માતા-પિતા એ જણાવ્યું કે હતું કે જ્યારે તેમણે દરવાજો તોડી ને જોયું તો છોકરો પંખા ની સાથે લટકેલો હતો. પછી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડસવામાં આવ્યો, જ્યાં ડૉક્ટર એ તેને મૃત જાહેર કર્યો હતો. પોલિસ એ વાત પર કાર્યવાહી કરી રહી છે કે શું તે પોતે ગેમ રમીને પૈસા ખર્ચ કરતો હતો કે કોઈ બીજું તેને પૈસા માટે ધમકાવતું હતું. આ પહેલા, જાન્યુઆરી મહિના માં મદયપ્રદેશ ના સાગર જીલ્લાના ઠાના વિસ્તાર માં આવોજ એક મામલો સામે આવ્યો હતો. એક પિતા એ ફ્રી ફાયર ગેમની લત ને કારણે તેના પુત્ર પાસે થી મોબાઈલ ફોન લઈ લેતા 12 વર્ષના વિધ્યાર્થી એ પણ ફાંસી ખાઈ ને આત્મહત્યા કરી હતી.
ભાવુક ચિઠ્ઠી લખી
માસૂમ બાળકે એક ભાવુક ચિઠ્ઠી લખીને આત્મહત્યા કરી લીધી હતી. તેને ચિઠ્ઠીમાં લખ્યું છે કે,"આઈ એમ સોરી માં. મે ઓનલાઈન ગેમ ફ્રી ફાયર રમીને તમારા ચાલીસ હજાર રૂપિયા ગમવી દીધા હતા. મને માફ કરી દેજો. તમે રડશો નહીં પ્લીઝ.
લોકડાઉનમાં લાગી લત
છતરપુરના સુમતિ અકેદમીમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો કૃષ્ણા લોકડાઉનના કારણે ઓનલાઈન શિક્ષણ મેળવતો હતો. એ દરમિયાન તેને ગેમ રમવાની આદત પડી ગઈ હતી. પરિવારજનોને લાગતું હતું કે તે વાંચી રહ્યો છે પરંતુ તેમનો બાળક ગેમ રમી રહ્યો હતો. અને તેને ગેમની લત લાગી ગઈ હતી.
આ ઘટના દરેક માતાપિતા માટે ખતરાની ઘંટી સમાન છે. દરેક માતાપિતાએ આ ઘટનામાંથી બોધ લઈને પોતાના સંતાનોને સાચી દિશામાં વાળવા જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.