બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / કેલિફોર્નિયાના ભૂકંપના Videos જોઇને કંપી જશો, દિવાલો ધ્રૂજી ઉઠી, રસ્તામાં તિરાડો, અનેકના જીવ જોખમમાં!

ધરા ધ્રુજી / કેલિફોર્નિયાના ભૂકંપના Videos જોઇને કંપી જશો, દિવાલો ધ્રૂજી ઉઠી, રસ્તામાં તિરાડો, અનેકના જીવ જોખમમાં!

Last Updated: 08:45 AM, 6 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુકાનો અને શોરૂમની અંદરનો સામાન ઉપરથી નીચે પડ્યો હતો. લોકો પોતાના બાળકો અને પરિવારજનો સાથે ઘરની બહાર દોડી આવ્યા હતા. ધરતીકંપને કારણે ઘણી ઈમારતોના પાયા હચમચી ગયા હતા

અમેરિકાના કેલિફોર્નિયાના ફર્ન્ડેલ શહેરમાં ગઈકાલે રાત્રે જોરદાર ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના આંચકા ઓરેગોન, યુરેકા અને સાન ફ્રાન્સિસ્કો સુધી અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7ની આસપાસ માપવામાં આવી હતી. ભૂકંપનો એવો આંચકો અનુભવાયો કે ઈમારતો ધ્રૂજી ઊઠી. લોકોના ઘરના દરવાજા અને બારી ખડકવા લાગ્યા. મકાનો અને રસ્તાઓની દિવાલોમાં તિરાડો પડી હતી.

લોકોએ તેનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો

દુકાનો અને શોરૂમની અંદરનો સામાન ઉપરથી નીચે પડ્યો હતો.

ઘણા લોકોએ ભૂકંપ સાથે જોડાયેલા વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કર્યા છે

લોકો પોતાના બાળકો અને પરિવારજનો સાથે ઘરની બહાર દોડી આવ્યા હતા. ધરતીકંપને કારણે ઘણી ઈમારતોના પાયા હચમચી ગયા હતા, જેના કારણે તે ધરાશાયી થવાનું જોખમ હતું. આ વીડિયો જોઈને કોઈપણનું દિલ હચમચી જશે. ભૂકંપના આંચકા જોઈને તમે ધ્રૂજી જશો.

એક પછી એક અનેક આંચકા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉત્તરી કેલિફોર્નિયાના હમ્બોલ્ટ કાઉન્ટીમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અહીંના લોકોએ જણાવ્યું કે એક પછી એક ઘણી વખત ભૂકંપના આંચકા આવ્યા. 25 થી વધુ વિસ્તારોમાં ભૂકંપ આવ્યો.

યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેની વેબસાઈટ પરથી મળેલી માહિતી અનુસાર યુરેકાના કિનારે સમુદ્રમાં ઊંચા મોજા જોવા મળ્યા હતા. તેથી યુરેકા શહેરના લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું છે. કારણ કે ફરીથી ભૂકંપનો ભય છે.

આ પણ વાંચોઃ પીલીભીતમાં ભીષણ અકસ્માત, કાર ઝાડ સાથે અથડાઈને ખીણમાં ખાબકી, 5ના મોત

PROMOTIONAL 13

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Earthquake Videos Tremors
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ