બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 123 દિવસ સુધી રાજા જેવું જીવશે જીવન, શુક્ર ઉચ્ચ રાશિમાં કરશે ગોચર, આ રાશિવાળા ફાવ્યા

photo-story

13 ફોટો ગેલેરી

જ્યોતિષ / 123 દિવસ સુધી રાજા જેવું જીવશે જીવન, શુક્ર ઉચ્ચ રાશિમાં કરશે ગોચર, આ રાશિવાળા ફાવ્યા

Last Updated: 05:08 PM, 17 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જ્યોતિષ મુજબ, ભૌતિક સુખ, કલા, પ્રેમ અને આકર્ષણના કારક શુક્ર આગામી થોડા દિવસોમાં રાશિ પરિવર્તન કરવાના છે. જેની અસર તમામ રાશિ પર પડશે. અહીયા જાણીશું કે, 12 રાશિ પર આ પરિવર્તનની અસર કેવી રહેશે તે વિશે.

1/13

photoStories-logo

1. શુક્ર ગોચર

શુક્ર આગામી 28 જાન્યુઆરીના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે અને 31 મે સુધી તેજ ઉચ્ચ રાશિમાં સંક્રમણ કરશે. શુક્ર જે ભૌતિક સુખ, કલા, પ્રેમ અને આકર્ષણના કારક છે, તે તેની ઉચ્ચ રાશિ મીન સુધી પહોંચીને તેની ઉર્જાને ચરમ પર લઈ જાય છે. શુક્ર ગ્રહ 123 દિવસ સુધી તેની ઉચ્ચ રાશિમાં રહેશે, આ સમય દરમિયાન શુક્રનું ગોચર અનેક રાશિઓ માટે અત્યંત શુભ સાબિત થશે તો કેટલીક રાશિઓને સાવધ રહેવાની જરૂર પડશે. ચાલો જાણીએ કે આ રાશિ પરિવર્તન દરેક રાશિ પર કેવી અસર કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ

આ સમયગાળા દરમિયાન આળસ ટાળવાની અને નિયમિત કસરત પર ધ્યાન કેન્દ્રિત કરવુ. મેદસ્વીપણું ટાળવા માટે આહારનું ખાસ ધ્યાન રાખવુ. કાર્યસ્થળ પર મહિલાઓ સાથેના વિવાદોથી બચવું. આ સમય માનસિક શાંતિ અને વ્યક્તિગત વિકાસ માટે સારો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ

વૃષભ રાશિના લોકો માટે આ સમય કાર્યસ્થળમાં સફળતા અને ખુશી લાવશે. મહેનત અને સમર્પણ તમને સારા પરિણામો અપાવશે. નાણાકીય પાસુ મજબૂત રહેશે અને તમને નવી મિલકતમાં રોકાણ કરવાની તક પણ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન

મિથુન રાશિના લોકો આ સમય દરમિયાન ઘર અને પરિવારમાં સુખ-સુવિધાઓનો અનુભવ થશે. ઘર અને નાણાકીય લાભની શક્યતા છે. મિત્રો અને પ્રિયજનો સાથે સમય પસાર કરવાનો મોકો મળશે. નાણાકીય ચિંતાઓ ઘટશે અને સામાજિક જીવનની પ્રવૃત્તિ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક

કર્ક રાશિના લોકોએ પોતાની ખાવાની આદતો પર કંટ્રોલ કરવું નહીં તો તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આધ્યાત્મિકતા અને ગુરુઓ પ્રત્યે ભક્તિનો ભાવ વધશે. મહેમાનોના આગતા સ્વાગતાથી તમને ફાયદો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ

સિંહ રાશિના લોકો માટે આ સમય સંતોષ અને આર્થિક સમૃદ્ધિનો રહેશે. તમારી સિદ્ધિઓની પ્રશંસા થશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે. તમારા કાર્યસ્થળમાં પણ સફળતા મળશે. નવી યોજના શરૂ કરવા માટે આ એક ઉત્તમ સમય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા

આ સમય કન્યા રાશિના લોકોની લાઇફમાં રોમાન્સ વધશે. યુવાનો માટે લગ્નની શક્યતાઓ બની શકે છે. ભાગ્ય તમારા પક્ષમાં રહેશે અને તમારા વૈભવ અને સુખ-સુવિધાઓમાં વધારો થશે. તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા

તુલા રાશિના લોકોએ આ સમયગાળા દરમિયાન ઘર અને કાર્યસ્થળ પર મહિલાઓ સાથે વિવાદ ટાળવા. તમારા સ્વભાવમાં નમ્રતા અને ધીરજ રાખવી. આ સમય આત્મનિરીક્ષણ અને સંબંધો સુધારવાનો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના લોકોને આ સમય દરમિયાન મિત્રો તરફથી ખુશી મળશે. આર્થિક પાસું મજબૂત બનશે અને આવકના નવા સ્ત્રોત વિકસશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળી શકે છે. આ સમય તમારી મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવામાં મદદરૂપ પુરવાર સાબીત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન

ધન રાશિના લોકો માટે વાહન અને કપડાં ખરીદવા માટે આ સમય ખૂબ જ શુભ છે. મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળશે. આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળશે અને માનસિક શાંતિ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર

આ રાશિના લોકો માટે આવકના નવા સ્ત્રોત વિકસાવવાનો આ સમય રહેશે. તમારી મહેનત અને સમર્પણથી ફાયદો થશે. આ સમયમાં ખરીદી અને વ્યક્તિગત ઇચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. વધુ નફો કમાવવાની તમારી ઇચ્છાને કંટ્રોલ કરવી.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ

કુંભ રાશિના લોકો માટે આ સમય સન્માન અને આર્થિક વૃદ્ધિનો રહેવાનો છે. તમારી મધુર વાણી અને અસરકારક વાતચીત કરવાનું કૌશલ્ય તમને લોકપ્રિય બનાવશે. સામાજિક અને વ્યાવસાયિક જીવનમાં પ્રભાવ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન

આ સમય મીન રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાનો છે. તમારું વ્યક્તિત્વ આકર્ષક બનશે અને સુખ-સુવિધાઓમાં વધારો થશે. તમારી લોકપ્રિયતા પણ વધશે, ખાસ કરીને સ્ત્રીઓમાં. આ દરમિયાન તમે આત્મવિશ્વાસ અને ઉર્જાથી ભરપૂર રહેશો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Zodiac Shukra Gochar Astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ