you will get double benefit while investing in Post office scheme
તમારા કામનું /
પોસ્ટમાં રોકાણ કરવા પર મળશે ડબલ ફાયદો, મળશે સારુ રિટર્ન અને ટેક્સમાંથી મુક્તિ
Team VTV07:39 PM, 03 Mar 21
| Updated: 07:40 PM, 03 Mar 21
આજનાં સમયમાં મોટાભાગે લોકો પોસ્ટ ઓફિસની સ્કિમ બદલે બેંકની યોજનાઓમાં રોકાણ કરવાનું વધારે સારુ ગણે છે. પણ તે સત્ય નથી. પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવા પર તમને એક રોકાણ પર ઘણાં ફાયદા મળશે.
પોસ્ટ ઓફિસ પણ બેંકની જેમ હાઈટેક બની ગયા
રોકાણ કરવા પર તમે સારુ રિટર્ન તો મળશે
પબ્લિક પ્રોવિડન્ડ ફંડમાં રોકાણ પર તમને ઇન્કમ ટેક્સ પર છૂટ મળે છે
ઘરે બેઠા તમે પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવી શકો છો
જો તમે ટેક્સ સેવિંગનાં આધાર પર રોકાણ કરવાનો પ્લાન કરી રહ્યાં છો તો આ ખબર તમારા માટે કામની છે. આજનાં સમયમાં પોસ્ટ ઓફિસ પણ બેંકની જેમ હાઈટેક બની ગયા છે. ઘરે બેઠા તમે પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવી શકો છો અને એક-બે નહીં પણ પૂરા ત્રણ ફાયદા ઉઠાવી શકો છો. જો તમે અત્યારસુધી પોસ્ટ ઓફિસની યોજનામાં રોકાણ નથી કર્યું તો જરા પણ રાહ ના જોશો.
સારુ રિટર્ન તો મળશે જ સાથે ટેક્સ પણ નહી ભરવો પડે
પોસ્ટ ઓફિસમાં ઘણી એવી યોજનાઓ છે જેમાં રોકાણ કરવા પર તમે સારુ રિટર્ન તો મળશે જ સાથે ટેક્સ પણ નહી ભરવો પડે. જો આપ આ યોજનાઓથી વાકેફ છો તો તમને જણાવી દઈએ કે કેવી રીતે તમે પોસ્ટ ઓફિસની યોજનાઓનો ફાયદો ઉઠાવી શકો છો. એક સારી બાબત એ છે કે હવે પોસ્ટ ઓફિસ પણ બેંકની જેમ હાઈટેક થઈ ગઈ છે.
જમા કરવામાં આવેલ રકમ પર વ્યાજ પણ વર્ષ પ્રમાણે મળે છે
પોસ્ટ ઓફિસનાં પબ્લિક પ્રોવિડન્ડ ફંડમાં રોકાણ પર તમને ઇન્કમ ટેક્સ પર છૂટ મળે છે. તે ઉપરાંત જમા કરવામાં આવેલ રકમ પર વ્યાજ પણ વર્ષ પ્રમાણે મળે છે. સાથે સાથે વર્ષભરનાં વ્યાજને આગામી વર્ષને મુળધનમાં જોડી દેવામાં આવે છે. જેનાં પર તમને દર વર્ષે વ્યાજ વધીને મળે છે. પીપીએફમાં રોકાણ કરવા પર રિટર્ન પરિપક્વતા રાશિ અને વ્યાજ પર ટેક્સમાં છૂટ મળે છે.
ટેક્સ છુટનો ફાયદો મળે છે
પોસ્ટ ઓફિસની ફિક્સ્ડ ડિપોઝીટ સ્કીમમાં એક નક્કી સમય માટે એક મોટી રકમ રોકવામાં આવે છે. એફડી પર આપ નિશ્ચત રિટર્ન અને વ્યાજ ભુગતાનનો લાભ ઉઠાવી શકો છો. આ યોજનામાં એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ અને પાંચ વર્ષ માટે રોકાણ કરવા પર વ્યાજ મળે છે. ભારતીય પોસ્ટ વિભાગ મુજબ 5 વર્ષ માટે રોકાણ કરવા પર આયકર અધિનિયમ 1961ની કલમ 80સી અંતર્ગત ટેક્સ છુટનો ફાયદો મળે છે.