બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / You will cry after seeing these scenes of Banaskantha

હૈયુ હચમચી જાય તેવા દ્રશ્યો / VIDEO: માતા-પિતા પગમાં પડીને આજીજી કરી, પ્રેમીનો હાથ પકડીને જતી રહી દીકરી, બનાસકાંઠાના આ દ્રશ્યો જોઈ રડી પડશો

Malay

Last Updated: 04:42 PM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Banaskantha News: બે હાથ જોડીને માતા-પિતા આજીજી કરતા રહ્યા, છતાં દીકરી ટસની મસ ન થઈ. પ્રેમમાં અંધ બનેલ દીકરીને મનાવતા માતાપિતાના આ દ્રશ્યો જોઈને તમારું હૈયુ પણ હચમચી જશે.

 

  • દીકરીએ માતા-પિતાને ઓળખવાનો ઈનકાર કર્યો
  • રડતા રહ્યા પિતા અને દીકરીએ સામું પણ ન જોયું
  • દીકરીને રોકવા માતા-પિતાએ પકડ્યા પગ

દુનિયાની તમામ દીકરીઓ પિતાને પોતાના આદર્શ માનતી હોય છે. દીકરી અને પિતાને લઈ અનેક ગીતો પણ બન્યા છે, ત્યારે અમુક દીકરીઓ પ્રેમમાં પડીને પોતાના માતા-પિતાના પ્રેમને ભૂલી જતી હોય છે. આવી જ એક ઘટના બનાસકાંઠાના દિયોદરમાંથી સામે આવી છે. દિયોદરના રૈયા ગામની એક દીકરીને એક યુવક સાથે પ્રેમ થયો હતો. જેથી દીકરીએ પોતાના પ્રેમી સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. જે બાદ પિતાએ પોતાની દીકરીને પરત મેળવવા માટે દિયોદર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. 

પોતાના માતા-પિતાને ઓળખવા કર્યો ઈનકાર 
આ અરજીના આધારે દીકરી દિયોદર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી. આ દરમિયાન પોતાની દીકરીને પરત ઘરે લાવવા માટે માતા-પિતાએ ખુબ આજીજી કરી હતી. છતાં દીકરીએ પોતાના માતા-પિતાને ઓળખવા ઈનકાર કર્યો છે. માતા-પિતાએ દીકરીને મનાવવા તેના પગ પણ પકડી લીધા. આ સમયે દીકરીને મનાવતા માતાપિતાના હદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. આમ છતાં દીકરી ટસની મસ થયા વિના પોતાના પ્રેમી સાથે ચાલી ગઈ હતી.

સગાઈ થઈ છતાં નાના ભાઈના સાળા સાથે ભાગી ગઈ
સમગ્ર ઘટનાની વાત કરીએ તો દિયોદરના રૈયા ગામના ગરીબ પરિવારે પેટે પાટા બાંધીને દીકરીને મોટી કરી, જે બાદ તેની સામાજિક રીતિ રિવાજ મુજબ સગા મોટા ભાઈના સાટામાં સગાઈ કરાઈ હતી. જોકે, દીકરીને નાના ભાઈના સાળા સાથે પ્રેમ થઈ ગયો હતો અને તેણે તેની સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. યુવતીના મોટા ભાઈ કેન્સરથી પીડિત છતાં દીકરીએ પરિવારનો કે ભાઈનો વિચાર કર્યા વિના નાના ભાઈના સાળા સાથે ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા. જેથી માતા-પિતાએ દીકરીને પાછી બોલાવવા માટે દિયોદર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. 

દીકરીના પગે પડી ગયા માતા-પિતા
જે બાદ તેણી પોલીસ સ્ટેશન હાજર થઈ ગઈ હતી. જ્યાં તેણે માતા-પિતાને પણ ઓળખવાનો ઈનકાર કર્યો હતો. બે હાથ જોડીને માતા-પિતા આજીજી કરતા રહ્યા, છતાં દીકરી ટસની મસ ન થઈ. પ્રેમમાં અંધ બનેલ દીકરીને મનાવતા માતાપિતાના આ દ્રશ્યો જોઈને તમારું પણ લોહી ઉકળી જશે.

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha Video viral બનાસકાંઠા બનાસકાંઠા ન્યૂઝ વીડિયો વાયરલ હૈયુ હચમચી જાય તેવા દ્રશ્યો Banaskantha News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ