તમામ લોકો આ વાતથી જાણકાર હશે કે ગૂગલ યૂઝર્સની તમામ એક્ટિવિટીઝને ફૉલો કરે છે તમામ ડેટા ગૂગલની પાસે સ્ટોર રહે છે જેથી તેના પર આધાર રહીને ગૂગલ યૂઝરને સારો એક્સપીરિયન્સ આપી શકે. જો તમે ગૂગલના વૉઇસ આસિસ્ટન્ટને યૂઝ કરી રહ્યા છો તો તમે કંઇ પણ બોલીને સર્ચ કરી શકો છો કોઇને પણ કૉલ કરી શકો છો ફોટો લઇ શકો છો અને એલાર્મ સેટ કરવા જેવા કામ કરી શકો છે.
પરંતુ કદાચ તમે નહી જાણતા હોય કે જો તમે જે પણ કમાન્ડ આપો છો તે ગૂગલના ડેટાબેઝમાં ઑડિયો ફાઇલ તરીકે સેવ થઇ જાય છે એટલે કે તમારો તમામ રેકોર્ડ ગૂગલની પાસે સેવ થઇ જાય છે જેની મદદથી તમને ટ્રેક કરવાની સાથે સાથે તમારા પર નજર પણ રાખી શકાય છે. પરંતુ ટેન્શન કરવાની જરૂર નથી તમે આ સેટિંગને ઑફ પણ કરી શકો છો. આ સેટિંગને યૂઝ કરવું ખૂબ જ સરળ છે તો જાણીએ તે વિશે...
1. ફોનની સેટિંગ પર જઇ અને ગૂગલ પર ટેપ કરો. Searchમાં જઇને Account anf Privacy માં જાઓ. હવે Google Activity Controlમાં જઇને VOice And Audio Activityને ટર્ન ઑફ કરી દો. હવે તમારા ગૂગલ એકાઉન્ટથી તમારી વૉઇસ રેકોર્ડિંગ નહી થાય.
2. માઇક્રોફોનની મદદથી ગૂગલ તમને ટ્રેક પણ કરી શકે ચે. આ સેટિંગ બંધ કરવા માટે All Appsમાં જઇને Google પર ટેપ કરો. App Permissionમાં જઇને MicroPhoneને ઑફ કરી દો.
3. સેટિંગમાં Googleમાં જઇને Searchમાં જાઓ અહીંયા તમે Voice પર ટેપ કરો. ટેપ કરવાની સાથે Voice Match પર ટેપ કરો. હવે તમારે Say ok Google સેટિંગને બંધ કરી દો.