બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / You see your destiny, if you have these lines in your right hand you will become rich

હસ્તરેખા / તમે જોઈલો તમારું ભાગ્ય, જો જમણા હાથમાં આ રેખાઓ છે તો તમે અમીર બનશો

MayurN

Last Updated: 04:38 PM, 24 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ અમીર શબ્દ સાંભળતા બધાને મહેનત જ નજર આવે છે કે મહેનતથી જ અમીર બની શકો પરંતુ શું તમે જાણો છો તમારા હાથની રેખાઓ પણ તમને અમીર બનાવવા માટે મુખ્ય ભાગ ભજવે છે

  • હથેળી પર V આકારની નિશાની એ ઘનવાન બનવાની નિશાની છે
  • ભાગ્યશાળી લોકોના હાથમાં આ નિશાન તેને બનાવે છે ધનવાન
  • પૈસા અને કારકિર્દીની દ્રષ્ટિએ વધુ શક્તિશાળી H નિશાનવાળા લોકો 

નસીબની સાથે હસ્તરેખાઓ પણ સમૃદ્ધ બનાવશે 
આજે કોણ શ્રીમંત બનવા નથી માંગતું ? પરંતુ ઘણી વખત સાચી દિશામાં મહેનત અને પ્રયત્નો કરવા છતાં વ્યક્તિ ધનવાન નથી બની શકતા. વ્યક્તિ ધનવાન બનશે કે નહિ બને, આની પાછળ નસીબ અને હાથની રેખાઓ પણ મોટી મહત્વની ભૂમિકા ભજવે છે. ઘણાં બધા કિસ્સામાં, કેટલાક લોકોનું નસીબ ખૂબ જ મહાન હોય છે. જ્યોતિષના નિષ્ણાતો કહે છે કે આપણા હાથમાં કેટલાક પ્રતીકો અને રેખાઓ છે જે બતાવે છે કે આપણે ભવિષ્યમાં કેટલા સમૃદ્ધ બનવાના છીએ.

હથેળી પર V આકારનું નિશાન
હસ્તરેખા અનુસાર હૃદય રેખા આપણી આર્થિક સ્થિતિ વિશે ઘણું બધું કહે છે. આ રેખા પર V નું ચિહ્ન અપાર સંપત્તિનો સંકેત આપે છે. આ નિશાન માનવની સફળતાની નિશાની પણ છે. એવું કહેવામાં આવે છે કે જે લોકોના હાથમાં આ નિશાન હોય છે તેઓ આગળના જીવનમાં ઘણા પૈસા કમાય છે.

ત્રણ પટ્ટાઓ સાથે 'H' નું નિશાન 
હથેળી પરનો  'H' ત્રણ પટ્ટાની મદદથી બનેલ હોય છે. આ આપણા હૃદય, ભાગ્ય અને મગજની રેખાઓ છે. આ રેખાઓ જ્યારે હથેળી પર મળે છે ત્યારે 'H' બને છે. કહેવાય છે કે જે વ્યક્તિની હથેળી પર 'H' હોય છે,  તેના 40 વર્ષની ઉંમર પછી જીવનમાં ઘણા સારા બદલાવ આવે છે.  તેઓ પૈસા અને કારકિર્દીની દ્રષ્ટિએ વધુ શક્તિશાળી બને છે. પરંતુ 40 વર્ષ પહેલા તેમને ઘણો સંઘર્ષ કરવો પડે છે. 

આ રેખાઓ પણ ધનવાન થવાની નિશાની 
હસ્તરેખાશાસ્ત્ર મુજબ હથેળીની ઉપરની આંગળીઓની બરાબર નીચે ઊભી રેખાઓ હોય તો આવા લોકો પૈસાની બાબતમાં ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આ રેખાઓ જેટલી સ્પષ્ટ અને ઊંડી હશે. તેટલું જ આર્થિક માર્ગે માણસનું ભાગ્ય વધુ શક્તિશાળી હશે. આ લોકો બેંક બેલેન્સ જાળવવામાં અને પૈસા જમા કરવામાં પણ ખૂબ જ સારા હોય છે. જો તમારી હથેળી પરની રેખા અંગૂઠાના નીચેના ભાગમાંથી પસાર થઈને રિંગ ફિંગરના તળિયે જાય છે, તો તે સંયોગ રાજયોગ સમાન છે. આવા લોકો ખૂબ જ પ્રામાણિક અને શ્રીમંત હોય છે. પૈસા કમાવવા માટે તેમને ક્યારેય કોઈ શોર્ટકટનો સહારો લેવો પડતો નથી. તેમના જીવનમાં ક્યારેય ધનની કમી નથી આવતી. તેમને સમાજમાં પણ ખૂબ માન મળે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Good News Horoscope Wealthy palmistry હસ્તરેખાશાસ્ત્ર palmistry
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ