તમારી કારમાં પણ છે CNG, તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

By : juhiparikh 03:49 PM, 14 March 2018 | Updated : 03:49 PM, 14 March 2018
પેટ્રોલ કરતા ડિઝલની કિંમત ઓછી છે, તેમ છતાં પેટ્રોલ કાર લોકોને ડિઝલ કાર કરતા સસ્તી પડે છે. આની પાછળનું કારણ શું છે? પાછળા કેટલાક વર્ષોથી પેટ્રોલ કાર ચલાવતા લોકો કોમ્પેક્ટ નેચરલ ગેસ (CNG)ને પસંદ કરી રહ્યા છે, કારણ કે પેટ્રોલ-ડિઝલ બંને કરતાં CNG વધારે સસ્તું છે. 

CNG કાર સસ્તી હોવાની સાથે સાથે કેટલાકી તકલીફો ડ્રાઇવર અને કારમાં બેઠેલા લોકોને સતત સતાવતી હોય છે. CNG થી ચાલતી કારો સળગી જવાના કિસ્સાઓ પણ તમે સાંભળ્યા હશે, પરંતુ જો કેટલીક ખાસ તકેદારીઓ રાખવામાં આવે તો જાનહાનિ જેવી સમસ્યાને દૂર કરી શકાય છે. 

CNG ને કારણે કારનો પાવર ઓછો થઇ જાય છે, વધારાનો અવાજ આવે છે, કારની સ્ટાર્ટિંગ સ્મૂથ નથી થતુ, આવા તમામ પ્રકારના મુદ્દાઓની ચર્ચા જરૂરથી થાય છે, પણ જો સારી કંપની કે કાર ખરીદતી વખતે કાર મેન્યુફ્રેક્ચર કરનારી કંપની પાસે CNG  કિટ જો ફિટ કરાવવામાં આવે તો પ્રકારની સમસ્યા નથી થતી. 

આજકાલ સારી ટેક્નોલોજીવાળી કિટમાં આપોઆપ કાર પેટ્રોલમાં શરૂ થઇને CNG માં કન્વર્ટ થઇ જાય છે, જો કાર આપમેળે પેટ્રોલમાં ચાલું ન થતી હોય તો તેને પેટ્રોલમાં ચાલું કરવી જોઇએ. જો તમારી કિટ સીધી CNG માં ચાલું કરી શકતી હોય તો પણ કારને સ્ટાર્ટ તો પેટ્રોલમાં જ કરવી જોઇએ. સામાન્ય રીતે 1-2 કિલોમીટર જેટલી કાર પેટ્રોલમાં ચલાવવી જોઇએ. આમ કરવાથી કારને પુરંતુ લ્યુબ્રિકન્ટ મળી જાય છે એન્જિનને ઓછું નુકસાન થાય છે. જ્યારે કાર ચાલું થાય ત્યારે સ્પર્ક થઈને એન્જિન સ્ટાર્ટ થતું હોય છે આવામાં કાર સીધી CNGમાં ચાલું થતી હોય તો ક્યારે સ્પાર્ક સાથે આગ લાગવાની સંભાવનાઓ રહેલી હોય છે.

સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે કાર કે અન્ય કોઈ પણ વાહનમાં કંપની દ્વારા ફ્રી સર્વિસ આપવામાં આવે ત્યાં સુધી તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પછી વાહનમાં કોઈ તકલીફ થાય તો તેને સામાન્ય ગેરેજમાં જઈને રિપેર કરાવવામાં આવતું હોય છે. આવું જ કારના કિસ્સામાં પણ થાય છે, પણ તમારી કાર જે કંપનીએ બનાવી હોય તેની પાસે વધુ માહિતી રહેલી હોય છે. અને સારા સાધનો હોવાથી કારમાં રહેલી ઝીણામાં ઝીણી ખામીને શોધીને તેને દૂર કરાતી હોય છે.

CNG કાર ફીટ કરાવો ત્યારે તેની એક્સપાય ડેટ અને સર્વિસ અંગે માહિતી આપવામાં આવતી હોય છે માટે જો સમય થઈ જાય અને કિટમાં કોઈ તકલીફ ન હોય તેમ છતાં સર્વિસના સમયે તેની સર્વિસ કરાવવી જ લેવી જોઈએ. 

સ્પેશિયાલિસ્ટ પાસે જ CNG કિટ ફિટ કરાવવાનો આગ્રહ રાખવો જોઈએ. જો કાર ખરીદ્યા પછી તમે CNG કિટ ફિટ કરાવો છો તો ઓથોરાઈઝ્ડ સર્વિસ સેન્ટર પરથી જ કિટ ફિટ કરાવવી જોઈએ. કારણ કે CNG કિટ ફિટ કરતી વખતે કેટલીક નાની-નાની બાબતોનો ખ્યાલ રાખવાનો હોય છે. જો કિંમત જોઈને કે પછી અજાણી કંપની પાસે CNG કિટ ફીટ કરાવશો તો કારમાં વણ જોઈતું વાઈબ્રેશન, એક્સેલેરેશન ઈરેગ્યુલર થવું વગેરે જેવી તકલીફો ઉભી થઈ શકે છે.

કાર CNG પર ચાલતી હોય તો સ્પાર્ક પ્લગ વહેલો ખલાસ થઈ જાય છે. બે રીતે તમે આ સમસ્યાને દૂર કરી શકો. એક તો તમે CNG માટે બનેલો સ્પેશિયલ સ્પાર્ક પ્લગનો ઉપયોગ કરો (જેની કિંમતમાં તફાવત હશે) અથવા તો તમે તમારા મિકેનિકને કહી શકો છો કે સ્પાર્કની મેટાલિક ટીપ વચ્ચે થોડી જગ્યા રાખે. આ સિવાય તમે ગેરેજમાં સ્પાર્ક બદલાવાનું શીખીને એક્સ્ટ્રા સ્પાર્ક સાથે પણ રાખી શકો છો.

CNG ટેંકમાં ગેસ ઓછો થતા પ્રેશર પણ ઓછું થાય છે અને તેના કારણે વાલ્વ પર વધુ દબાણ આવે છે. આ સ્થિતિમાં વાલ્વ ફાટવાનું જોખમ રહે છે, આ કારણથી વાલ્વ નિયમિતરૂપે બદલવો જોઇએ.

કિટ ફિટ કરાવતી વખતે CNG કિટની સર્વિસ અંગેની માહિતી આપવામાં આવે છે, નક્કી કરેલો સમય થાય ત્યારે CNG કારની કીટને ચેક જરુર કરાવી લેવી જોઈએ. કિટના કેટલા વાલ્વ, ટાંકીની મજબૂતાઈ વગેરે અંગેની તપાસ કરવામાં આવતી હોય છે. આ સાથે કારમાં અગ્નિશામક બોટલ પણ રાખવી જોઈએ જેથી કોઈ સમસ્યા ઉભી થાય તો તેને મોટી દુર્ઘટના બનતા રોકી શકાય.



Recent Story

Popular Story