You Insulted Covid Warriors': Health Min Writes To Ramdev on 'Allopathy a Stupid Science' Statement
મહામારી /
એલોપેથી પરના બાબા રામદેવના નિવેદન પર સરકાર ગંભીર, સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને આપી આ સલાહ
Team VTV07:58 PM, 23 May 21
| Updated: 08:00 PM, 23 May 21
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને બાબા રામદેવને પત્ર લખીને તેમના એલોપેથી પરના વિવાદાસ્પદ નિવેદનને પરત ખેંચવાનું જણાવ્યું છે.
બાબા રામદેવને એલોપેથીને મૂર્ખ અને દેવાળિયું સાયન્સ ગણાવ્યું હતું
બાબા રામદેવના આ નિવેદન પર વિવાદનો વંટોળ ઉઠ્યો હતો
હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ બાબા રામદેવને નિવેદન પાછું ખેંચવાનું જણાવ્યું
ડોક્ટરો અને સ્વાસ્થ્ય કર્મીઓ દેવતા સમાન છે-હર્ષવર્ધન
બાબા રામદેવની ટીપ્પણીને દેશને આઘાત લાગ્યો
સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને બાબા રામદેવને લખેલા પત્રમાં જણાવ્યું કે એલોપેથિક ડોક્ટરો અને દવાઓ પર તમારી ટીપ્પણીઓથી દેશવાસીઓને આઘાત લાગ્યો છે. લોકોની આ ભાવના હું તમને પહેલા ફોન પર પણ જણાવી ચૂક્યો છું.
ડોક્ટરો અને સ્વાસ્થ્યકર્મીઓ દેવતા સમાન
દિવસ-રાતની પરવાહ કર્યાં વગર કોરોના સામેની લડાઈમાં લાગેલા ડોક્ટરો અને સ્વાસ્થ્યકર્મીઓ દેવતા સમાન છે. તમે તમારા નિવેદનથી ફક્ત કોરોના યોદ્ધાઓનો જ અનાદર કર્યો નથી પરંતુ દેશવાસીઓની ભાવનાને પણ ઠેસ પહોંચાડી છે. ગઈ કાલે તમે જે ખુલાસો આપ્યો તે લોકોની ઘવાયેલી લાગણીઓ સુધારવા પર્યાપ્ત નથી.
संपूर्ण देशवासियों के लिए #COVID19 के खिलाफ़ दिन-रात युद्धरत डॉक्टर व अन्य स्वास्थ्यकर्मी देवतुल्य हैं।
बाबा @yogrishiramdev जी के वक्तव्य ने कोरोना योद्धाओं का निरादर कर,देशभर की भावनाओं को गहरी ठेस पहुंचाई।
સ્વાસ્થ્ય મંત્રીએ આગળ કહ્યું કે કોરોનાના લાખો દર્દીઓના મોત એલોપેથી દવાઓને કારણે થયા છે તેવું તમારુ કહેવું દુર્ભાગ્યપૂર્ણ છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે કોરોના મહામારીની આ લડાઈ સામૂહિક પ્રયાસોથી જ જીતી શકાય છે. આ લડાઈમાં આપણા ડોક્ટરો, નર્સો અને બીજા સ્વાસ્થ્ય કર્મીઓએ જે રીતે પોતાનો જીવ જોખમમાં મૂકીને દિવસ-રાત લોકોને બચાવવાના કામમાં લાગ્યાં રહ્યાં તે કર્તવ્ય અને માનવ સેવા પ્રત્યે તેમની નિષ્ઠાનું અતુલનીય ઉદાહરણ છે.
બાબા રામદેવનું નિવેદન દૂર્ભાગ્યપૂર્ણ- સ્વાસ્થ્ય મંત્રી
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે એલોપેથી પરનું તમારુ નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે. આજે લાખો લોકો સાજા થઈને ઘેર જઈ રહ્યાં છે. દેશમાં જો કોરોનાનો મૃત્યુ દર ફક્ત 1.13 ટકા હોય અને રિકવરી રેટ 88 ટકા હોય તો તેની પાછળ એલોપેથી અને ડોક્ટરોનું યોગદાન છે. તેમણે કહ્યું કે યોગગુરુ બાબા રામદેવ જાહેર જીવનમાં રહેનાર શખ્સ છે તેથી તેમણે કોઈ મુદ્દે નિવેદન આપતા પહેલા પરિસ્થિતિથી જોઈ લેવી જોઈએ. તેમનું નિવેદન ડોક્ટરોની યોગ્યતા અને ક્ષમતા પર સવાલ ઊભા કરવાની સાથે સાથે કોરોના સામેની આપણી લડાઈને નબળી પાડવાનું કામ કરી શકે છે.
રામદેવને તેમનું નિવેદન પરત લેવાનું જણાવ્યું
પત્રના અંતે સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને બાબા રામદેવને તેમનું નિવેદન પરત લેવાનું જણાવ્યું. તેમણે લખ્યું કે તમારુ એવું કહેવું કે અમારો હેતુ મોર્ડન સાયન્સ અને શ્રેષ્ઠ ડોક્ટરોની સામે નથી, પૂરતું નથી. અમે આશા રાખીએ છીએ કે તમારે ગંભીરતાપૂર્વક આનો વિચાર કરીને કોરોના યોદ્ધાઓની ભાવનાઓનું સન્માન કરીને તમારા વાંધાજનક અને દુર્ભાગ્યપૂર્ણ નિવેદનને પરત લેવું જોઈએ.