જો તમે પણ નકલી નોટોની ઓળખને લઇને મુશ્કેલી થાય છે અને તમને લાગે છે કે તમને લાગે છે કે તમારી પાસે નકલી નોટો છે તો તમે એક મોબાઇલ એપની મદદથી તેની ઓળખ કરી શકશો. ખાસ વાત તો એ છે કે આ એપ ભારતીય નોટ સિવાય ડૉલર અન્ય કરન્સીની ઑળખ કરે છે તો જાણો કેવી રીતે કામ કરે છે આ મોબાઇલ એપ..
તમને જણાવી દઇએ કે આ એપનું નામ Chkfake છે. આ એપ એન્ડ્રોઇડ મોબાઇલ માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે. આ એપ બનાવનારાએ દાવો કર્યો છે કે Chkfake દુનિયાની પહેલી એવી એપ છે જે નકલી નોટોની ઓળખ કરી શકે. જો તમે પણ આ એપની મદદથી નોટની ઓળખ કરવા ઇચ્છો છો તો એપને ઑપન કરો અને નોટને સ્કેન કરો. આ એપની મદદથી તમે નોટ સિવાય ઘણી પ્રોડક્ટ્સની ઓળખ કરી શકો છો.
જોકે થોડા સમય પહેલા જ સમાચાર આવ્યા હતા કે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ નકલી નોટોની ઓળખ માટે એક મોબાઇલ એપ તૈયાર કરી છે જોકે હાલમાં તેની ટેસ્ટિંગ ચાલી રહા છે. 100% સચોટતા થયા પછી જ આ એપને લોન્ચ કરવામાં આવશે.