બ્રેકિંગ ન્યુઝ
VTV / You have 72 hours to remove such content from social media by yourself
Priyakant
Last Updated: 04:47 PM, 26 November 2022
ADVERTISEMENT
પંજાબમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સુધારવા માટે રાજ્ય સરકારે ભૂતકાળમાં ઘણા મોટા પગલા લીધા છે. અહીં ગન કલ્ચર ઘણું વધી ગયું હતું, ત્યારપછી સરકારે પંજાબી ગીતો અને ફિલ્મોમાં હથિયારોના ખુલ્લેઆમ પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે ડીજીપીએ પણ અલ્ટીમેટમ આપ્યું છે. કહેવામાં આવ્યું છે કે, 72 કલાકની અંદર સોશિયલ મીડિયા પરથી વાંધાજનક સામગ્રી હટાવી દો, નહીં તો પોલીસ કેસ નોંધીને કડક કાર્યવાહી કરશે.
પંજાબ પોલીસ ડીજીપી વતી એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, દરેકને આગામી 72 કલાકમાં તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી કોઈપણ વાંધાજનક સામગ્રીને સ્વૈચ્છિક રીતે દૂર કરવા માટે અપીલ કરવામાં આવે છે. પંજાબના સીએમએ નિર્દેશ આપ્યો છે કે, પંજાબમાં આગામી 3 દિવસ સુધી હથિયારોના મહિમા માટે કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવશે નહીં. જેથી લોકો જાતે જ આવી સામગ્રીને દૂર કરે. ત્રણ દિવસ બાદ સોશિયલ મીડિયા પર આવી બાબતો સામે આવશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે. પંજાબી ગીતો અને ફિલ્મોમાં શસ્ત્રો અને ડ્રગ્સ ખુલ્લેઆમ પ્રદર્શિત થાય છે. જેના કારણે ગુનાખોરીમાં પણ વધારો થયો છે.
ADVERTISEMENT
Appeal to Everyone to voluntarily remove any objectionable content from their Social Media handles in the next 72 hours.
— DGP Punjab Police (@DGPPunjabPolice) November 26, 2022
CM Punjab has directed that no FIRs for glorifying weapons will be registered for the next 3 days in Punjab to allow people to remove content on their own. pic.twitter.com/JwkrYVhN3N
મહત્વનું છે કે, અગાઉ પંજાબમાં અમૃતસર ગ્રામીણ પોલીસે 10 વર્ષના છોકરા અને તેના પિતા સહિત ચાર લોકો સામે બંદૂક સંસ્કૃતિને વખાણવાના આરોપમાં કેસ નોંધ્યો હતો. જોકે પાછળથી જાણવા મળ્યું કે તે રમકડાની બંદૂક હતી. બાદમાં FIR રદ કરવામાં આવી હતી. બુધવારે કથુનંગલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. છોકરાના પિતાએ તેમના ફેસબુક પેજ પર તેમના પુત્રની એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં બાળક ખભા પર કારતૂસના કેસ સાથે બંદૂક લઈને ઉભો જોવા મળ્યો હતો. આ સંબંધમાં ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારે સોશિયલ મીડિયા સહિત બંદૂક સંસ્કૃતિને પ્રોત્સાહન આપતા હથિયારો અને ગીતોના જાહેર પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો છે. વરિષ્ઠ પોલીસ અધિક્ષક (અમૃતસર ગ્રામીણ) સ્વપન શર્માએ જણાવ્યું હતું કે, એફઆઈઆર નોંધવામાં આવી હતી. પરંતુ તે ખાસ કરીને 10 વર્ષના છોકરા સામે નથી. તેમણે કહ્યું કે, શરૂઆતમાં થોડી મૂંઝવણ હતી અને તપાસ પછી બધું સ્પષ્ટ થઈ ગયું અને પોલીસ એફઆઈઆર રદ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.