બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / પર્સનલ લોન લીધા પછી ન ભરો તો શું થાય ? બેંક વાળા કઈ કઈ કાર્યવાહી કરી શકે ? જાણો તમામ પ્રશ્નોના જવાબ
Last Updated: 11:57 PM, 4 October 2024
આજના સમયમાં લોન લેવી સરળ થઈ ગઈ છે. આજના આ સમયમાં પૈસાની જરૂરિયાત ક્યારે પડે તેનું કોઈ નક્કી હોતું નથી. કોઈપણ વ્યક્તિને કોઈપણ સમયે પૈસાની જરૂર પડી શકે છે. જો અચાનક પૈસાની જરૂર પડે અને તમારી પાસે તે ન હોય, કે તમે કોઈ મિત્ર કે સંબંધી પાસેથી પૈસાની વ્યવસ્થા કરી શકતા નથી, તો તમારે બેંકમાંથી લોન લેવી પડશે. સામાન્ય રીતે બેંકો ઘર ખરીદવા માટે હોમ લોન અને કાર ખરીદવા માટે ઓટો લોન આપે છે. બેંકો અન્ય જરૂરિયાતો માટે પર્સનલ લોન આપે છે. પર્સનલ લોન, હોમ લોન અને ઓટો લોન કરતાં મોંઘી છે. પરંતુ જો કોઈ વ્યક્તિ બેંકમાંથી પર્સનલ લોન લે અને તેને પરત ન કરે તો બેંક શું કરી શકે? અહીં આપણે જાણીશું કે પર્સનલ લોનની વસૂલાત માટે બેંક શું પગલાં લઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના જણાવ્યા અનુસાર, જો કોઈ વ્યક્તિ બેંકમાંથી વ્યક્તિગત લોન લે છે અને તેને ચૂકવતા નથી, તો બેંક તે વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી શકે છે. આ કાયદાકીય કાર્યવાહી હેઠળ બેંક તમારી સામે સિવિલ સુટ દાખલ કરી શકે છે, આવા કિસ્સાઓમાં કોર્ટ ડિફોલ્ટરને લોન ચૂકવવાનો આદેશ આપી શકે છે. ઘણા કિસ્સાઓમાં કોર્ટ લોન વસૂલવા માટે આવા લોકોની સંપત્તિ જપ્ત કરવાનો અને વેચવાનો આદેશ પણ આપી શકે છે. જ્યારે લોન આપતી બેંક વ્યક્તિ પાસેથી લોનની રકમ વસૂલવામાં અસમર્થ હોય છે, તો તે વસૂલાત માટે ડેટ કલેક્શન એજન્સીઓની નિમણૂક કરી શકે છે. દેવું વસૂલ કરતી એજન્સીઓના લોકો દેવું ન ચૂકવનાર વ્યક્તિને પરેશાન કરી શકે છે, જેનાથી ઘણો તણાવ અને ચિંતા થઈ શકે છે.
વધુ વાંચો : ઓનલાઈન ખરીદેલો સ્માર્ટફોન નકલી નથી ને! આ રીતે ચેક કરો અસલીની ઓળખ
આ બધા સિવાય જો તમે કોઈપણ બેંકમાંથી લોન લો છો અને તેને ચુકવતા નથી, તો તેની સીધી અસર તમારા CIBIL અથવા ક્રેડિટ સ્કોર પર પડે છે. લોનની ચુકવણી કરવાનું ભૂલી જાવ, જો તમે લોનના હપ્તા ભરવામાં વિલંબ કરો છો તો તમારું CIBIL બગડી શકે છે. જેના કારણે ભવિષ્યમાં કોઈ બેંક તમને ઝડપથી લોન નહીં આપે. જો બેંક તમને ખરાબ CIBIL સામે લોન આપવા તૈયાર હોય તો પણ તે તમને ખૂબ ઊંચા વ્યાજ દરે જ લોન આપશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
World Blood Donor Day / રક્તદાન માત્ર અન્ય માટે જ નહીં, પોતાના હેલ્થ માટે પણ છે ફાયદાકારક, જાણો કઇ રીતે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT