બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:21 PM, 21 January 2025
Future Jobs in 2025: આવનારા વર્ષોમાં ઘણી એવી નોકરીઓ છે જેની માંગ ઘટવાની છે. તમે જે ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છો ત્યા પણ આ નોકરીની સંખ્યામાં લોકોનો ઘટાડો થઇ શકે છે.
ADVERTISEMENT
સમય જતાં ઘણી નોકરીઓ ખતમ થઇ રહી છે અને ઘણા નવા ક્ષેત્રોમાં લોકોની માંગ વધે છે. આ 2025 થી 2030 ના સમયગાળામાં પણ આવું થવાનું છે. કેટલાક ક્ષેત્રોમાં નોકરીઓમાં નોંધપાત્ર ઘટાડો થશે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના તાજેતરના અહેવાલમાં આ ક્ષેત્રો વિશે માહિતી આપવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે આવનારો સમય કયા ક્ષેત્રોના લોકો માટે ખતરનાક સાબિત થશે. તો ચાલો સમજીએ કે આ રિપોર્ટમાં કયા ક્ષેત્રોને સંકટમાં ગણવામાં આવ્યા છે.
ADVERTISEMENT
કેટલી નોકરીઓ ખતમ થઇ શકે છે?
આ રિપોર્ટમાં જણાવાયું છે કે આગામી થોડા વર્ષોમાં 92 મિલિયન નોકરીઓ ખતમ થઇ શકે છે, જ્યારે 17 કરોડ નવી નોકરીઓ બજારમાં આવવાની છે. આ સાથે શ્રમ બજારમાં 109 કરોડ નોકરીઓ રહી શકે છે. 92 મિલિયન નોકરીઓ ગુમાવવાની ધારણા જેમાંથી ૧૫ ક્ષેત્રો નોકરી ગુમાવવાનું સૌથી વધુ જોખમ ધરાવે છે. જો તમે પણ આ ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છો, તો આવનારો સમય તમારા માટે મુશ્કેલ હોઈ શકે છે અથવા આ લોકોને બીજા વિકલ્પો શોધવાની જરૂર પડી શકે છે.
કયા ક્ષેત્રો પર સૌથી વધુ જોખમ ?
વર્લ્ડ ઇકોનોમિક ફોરમના રિપોર્ટમાં જે 15 સેક્ટર્સ પર જોખમ બતાવવામાં આવ્યુ છે તે નીચે મુજબ છે.
- કેશિયર અને ટિકિટ કારકુન
- વહીવટી મદદનીશ
- બિલ્ડિંગ કેયર ટેકર્સ, સફાઈ કામદારો અને ઘરકામ કરનારાઓ
- સ્ટોક કીપીંગ ક્લાર્ક
- પ્રિન્ટિંગ અને સંબંધિત કામદારો
- એકાઉન્ટિંગ, બુકકીપિંગ અને પેરોલ ક્લાર્ક
- એકાઉન્ટન્ટ્સ અને ઓડિટર્સ
- ટ્રાન્સપોર્ટેશન એટેન્ડન્ટ્સ અને કંડક્ટર્સ
- સિક્યોરિટી ગાર્ડસ્
- બેંક ટેલર અને સંકળાયેલ કારકુનો
- ડેટા એન્ટ્રી વર્કર
- ગ્રાહક માહિતી અને ગ્રાહક સેવા કાર્યકર
- ગ્રાફિક ડિઝાઇનર્સ
- બિઝનેસ સર્વિસીસ અને એડમિનિસ્ટ્રેશન મેનેજર્સ
- ઇંવેસ્ટિગેટર્સ
આ પણ વાંચોઃ જાણી લેજો આ નિયમ, નહીંતર ટ્રેન ટિકિટ કેન્સલ કરાવશો તોય રિફન્ડ નહીં મળે
કયા કૌશલ્યોની માંગ વધુ રહેશે?
ફ્યુચર ઓફ જોબ્સ રિપોર્ટ 2025 માં એવું પણ કહેવામાં આવ્યું છે કે આવનારા દિવસોમાં કયા કૌશલ્ય ધરાવતા લોકો માટે રોજગારના વિકલ્પો ખુલવાના છે. આગામી પાંચ વર્ષમાં જે ટેકનિકલ કૌશલ્યો સૌથી મહત્વપૂર્ણ બનશે તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને બિગ ડેટા, નેટવર્ક અને સાયબર સુરક્ષા, ટેકનોલોજીકલ લિટરેસી, ટેકનિકલ સ્કિલ્સનો સમાવેશ થાય છે. આ સાથે ઉમેદવારો પાસે ક્રિએટિવ થિંકિંગ અને સહનશીલતા પણ હોવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ચોકલેટ ડેનું નજરાણું / VIDEO: 'છોકરા સામે આવું કરો છો, શરમ નથી આવતી? કપલની કામલીલા જોઈને ભડક્યાં આંટી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.