બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / You can transfer your reserved train ticket to any family member name irctc indian railways
Bhushita
Last Updated: 08:19 AM, 4 July 2021
ADVERTISEMENT
આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય રેલ્વે દેશની લાઈફલાઈન છે. રોજ કરોડો યાત્રીઓ ભારતીય રેલ્વેની મદદથી સમયસર પોતાના સ્થાને પહોચી શકે છે. તમે પણ મુસાફરીનો પ્લાન બનાવીને ટિકિટ બુક કરી છે અને તમારો પ્લાન કેન્સલ થાય છે તો ચિંતા કરવાની જરૂર નથી. નાની પ્રોસેસ અને ડોક્યુમેન્ટસની મદદથી તમે તમારી કન્ફર્મ ટિકિટ પરિવારના અન્ય સભ્યના નામે ટ્રાન્સફર કરીશકો છો.
ADVERTISEMENT
પરિવારના કોઈ પણ અન્ય સભ્યના નામે ટ્રાન્સફર કરી શકાશે ટિકિટ
IRCTC ના નવા નિયમ અનુસાર હવેથી તમે તમારી કન્ફર્મ ટિકિટ પર ફેમિલિ મેમ્બર્સને યાત્રા કરાવી શકો છો. આ માટે પેસેન્જરના નામમાં ફેરફાર કરવાનો રહેશે. IRCTC મુસાફરોને આ સુવિધા આપે છે. તે પોતાની કન્ફર્મ ટિકિટ પર પેસેન્જરનું નામ બદલી શકશે. આ ફેરફાર એક જ વખત કરી શકાશે. તો જાણો કઈ રીતે તમે તમારી કન્ફર્મ ટિકિટ પર પેસેન્જરનું નામ બદલી શકો છો.
આ રીતે ટિકિટ પર બદલો પેસેન્જરનું નામ
કયા ડોક્યૂમેન્ટ્સની રહેશે જરૂર
લગ્ન કે પાર્ટીમાં જનારા લોકોને પણ મળે છે સુવિધા
ટિકિટ ટ્રાન્સફર કરતી સમયે તમારે ધ્યાન રાખવાનું રહે છે કે તમે તમારી ટિકિટ ફક્ત પોતાના પરિવારના સભ્યો જેમકે માતા પિતા, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, પત્ની કે પતિના નામે જ ટ્રાન્સફર કરી શકો છો. તે ઈચ્છો છો કે તમે તેને દોસ્તના નામે ટ્રાન્સફર કરો તો તે શક્ય નથી. પરિવાર સિવાય ભારતીય રેલ્વે કોઈ એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુટના વિદ્યાર્થીઓને પણ ટિકિટ ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. એવી સ્થિતિમાં ઈન્સ્ટીટ્યુટના પ્રમુખને લેટરહેડ પર જરૂરી ડોક્યુમેન્ટની સાથે લેખિતમાં ટ્રેનના પ્રસ્થાનથી 48 કલાક પહેલા અરજી કરવાની રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.