બ્રેકિંગ ન્યુઝ
Noor
Last Updated: 10:33 AM, 28 March 2021
ADVERTISEMENT
જો તમે વધારે રુપિયા કમાવવવા માટે પોતાનો બિઝનેસ કરવા માંગો છો પરંતુ રોકાણ માટે વધુ રોકાણ નથી? તો આજે અમે તમને જણાવીશું કે તમે ઓછા રોકાણમાં વધારે કમાણી કઈ રીતે કરી શકો છો. આ માટે સૌથી સારો આઈડિયા છે ખેતી. હવે પ્રશ્ન એ થાય કે ખેતીમા શું કરવું. તો તમને જણાવી દઈએ કે ખેતીમાં તમે કાકડીની ખેતીકરી શકો છો. આનાથી તમને ઓછા સમયમાં વધારે રૂપિયા કમાવવાની તક મળે છે.
માર્ચમાં કરો કાકડીની ખેતી અને કમાવો લાખો
ADVERTISEMENT
આ પાકને તૈયાર થતાં 60થી 80 દિવસનો સમય લાગે છે. સામાન્ય રીતે કાકડી ગરમીની સીઝનમાં થાય છે. પરંતુ વર્ષા ઋતુમાં કાકડીનો પાક ઘણો સારો થાય છે. ફેબ્રુઆરી મહિનાનો બીજો સપ્તાહ કાકડી માટે શ્રેષ્ઠ છે. કાકડીની ખેતી તમામ પ્રકારની માટીમાં થાય છે. પરંતુ સારા પાક માટે જળ નિકાસવાળી દોમટ તથા બલુઇ દોમટ જમીન ઉત્તમ માનવામાં આવે છે. કાકડીની ખેતી માટે જમીનનું પી.એચ 5.5થી 6.8 સુધી સારું માનવામાં આવે છે. કાકડીની ખેતી નદી અને તળાવના કિનારે પણ કરવામાં આવે છે.
ખૂબ જ ડિમાન્ડમાં છે આ બિઝનેસ
ખેતીમાં આવક મેળવવા માટે કાકડીની ખેતી કરી અને 4 મહિનામાં 8 લાખ રૂપિયાની કમાણી કરી શકાય છે. તમે નેધરલેન્ડની કાકડીના બીજ વાવીને ખેતી કરી શકો છો. આ કાકડીની ખાસિયત એ છે કે, કાકડીની કિંમત સામાન્ય કાકડીના પ્રમાણમાં બેગણી સુધી હોય છે. જ્યાં દેશી કાકડી 20 રૂપિયા પ્રતિ કિલોના હિસાબથી વેચાય છે ત્યારે નેધરલેન્ડના બીજની કાકડી 40થી 45 રૂપિયા પ્રતિ કિલોમાં વેચાય છે. જોકે, તમામ પ્રકારની કાકડીની ડિમાન્ડ આખું વર્ષ રહે છે. આ કાકડીના માર્કેટિંગ માટે તમે સોશિયલ મીડિયાનો પણ સહારો લઇ શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.