બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / you can start Cucumber Farming in 1 lakh rupees investment and earn 8 lakh rupee monthly know everything
Noor
Last Updated: 10:25 AM, 25 July 2021
ADVERTISEMENT
જો તમે વધારે રુપિયા કમાવવા માટે પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો પરંતુ રોકાણ માટે વધુ રૂપિયા નથી? તો આજે અમે તમને જણાવીશું કે તમે ઓછાં રોકાણમાં વધારે કમાણી કઈ રીતે કરી શકો છો. આ માટે સૌથી સારો આઈડિયા છે ખેતી. હવે પ્રશ્ન એ થાય કે ખેતીમા શું કરવું. તો તમને જણાવી દઈએ કે ખેતીમાં તમે કાકડીની ખેતી કરી શકો છો. આનાથી તમને ઓછા સમયમાં વધારે રૂપિયા કમાવવાની તક મળે છે.
કાકડીની ખેતી કરો અને કમાવો લાખો રૂપિયા
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે, આ પાકને તૈયાર થતાં 60થી 80 દિવસનો સમય લાગે છે. સામાન્ય રીતે કાકડી ગરમીની સીઝનમાં થાય છે. પરંતુ વર્ષા ઋતુમાં કાકડીનો પાક ઘણો સારો થાય છે. કાકડીની ખેતી તમામ પ્રકારની માટીમાં થાય છે. કાકડીની ખેતી માટે જમીનનું પી.એચ 5.5થી 6.8 સુધી સારું માનવામાં આવે છે. કાકડીની ખેતી નદી અને તળાવના કિનારે પણ કરવામાં આવે છે.
સરકાર પાસેથી સબસિડી લઈને વ્યવસાય શરૂ કરો
યુપીના ખેડૂત દુર્ગાપ્રસાદ, જે કાકડીની ખેતી કરીને લાખોની કમાણી કરે છે, તેમનું કહેવું છે કે ખેતીમાં નફો મેળવવા માટે તેમણે તેમના ખેતરમાં કાકડીઓ વાવી અને માત્ર 4 મહિનામાં 8 લાખ રૂપિયા કમાવ્યા. તેમણે પોતાના ખેતરમાં નેધરલેન્ડની કાકડી વાવી હતી. દુર્ગાપ્રસાદ મુજબ, નેધરલેન્ડથી આ પ્રજાતિ કાકડીના બીજ વાવનાર પ્રથમ ખેડૂત છે.
આ પ્રજાતિના કાકડીઓમાં બીજ નથી હતો, જેના કારણે મોટી હોટલો અને રેસ્ટોરાંમાં આ કાકડીની માંગ વધુ રહે છે. દુર્ગાપ્રસાદ જણાવે છે કે ઉદ્યાન વિભાગથી 18 લાખ રૂપિયાની સબસિડી લઈને તેમણે ખેતરમાં જ સેડનેટ હાઉસ બનાવ્યું હતું. સબસિડી લીધા પછી પણ તેમને 6 લાખ ખર્ચ કરવા પડ્યા હતા. આ સિવાય નેધરલેન્ડથી તેમણે 72 હજાર રૂપિયાના બીજ મંગાવ્યા. બીજ વાવ્યાના 4 મહિના પછી, તેમણે 8 લાખ રૂપિયામાં કાકડી વેચી.
ખૂબ જ ડિમાન્ડમાં છે આ બિઝનેસ
આ કાકડીની ખાસિયત એ છે કે, કાકડીની કિંમત સામાન્ય કાકડીના પ્રમાણમાં બેગણી વધુ હોય છે. જ્યાં દેશી કાકડી 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે ત્યારે નેધરલેન્ડના બીજની કાકડી 40થી 45 રૂપિયા પ્રતિ કિલોમાં વેચાય છે. જોકે, તમામ પ્રકારની કાકડીની ડિમાન્ડ આખું વર્ષ રહે છે. આ કાકડીની માર્કેટિંગ માટે તમે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.