ખુશખબરી: ભાડેથી લઇ શકો છો iPhone X અને સેમસંગ ગેલેક્સી નોટ 9 જેવા ફોન

By : krupamehta 12:21 PM, 16 August 2018 | Updated : 12:21 PM, 16 August 2018
જો તમે પણ વધારે ભાવના કારણે iPhone X અને samsung Galaxy Note 9 જેવા સ્માર્ટફોન ખરીદી શકતાં નથી તો તમારા માટે મોટી ખુશખબરી છે. હવે તમે iPhone X, iPhone 8 અને samsung Galaxy Note 9 જેવા સ્માર્ટફોનને ભાડેથી લઇ શકો છે. રેન્ટોમોજો નામની વેબસાઇટ અત્યાર સુધી ફર્નિચર, ગાડીઓ અને ઇલેક્ટ્રોનિક જેવી પ્રોડક્ટ ભાડેથી આપતી હતી પરંતુ કંપનીએ મોંઘા સ્માર્ટફોનને પણ ભાડેથી આપવાનો નિર્ણય લીધો છે. 

રેન્ટોમોજો નામની વેબાઇટ પરથી તમે iPhone X, iPhone 8, ગુગલ પિક્સલ 2, samsung Galaxy Note 8 અને 9 જેવા સ્માર્ટફોન ભાડેથી લઇ શકો છો. એના માટે તમને 3 વિકલ્પ મળશે. એક પ્લાન 6 મહિનાનો, બીજો 1 વર્ષનો અને ત્રીજો 2 વર્ષનો છે. આ ફોનને ભાડેથી લેવા માટે દર મહિને 2,099 રૂપિયા આપવા પડશે. માસિક ભાડું ફોનની કિંમતના હિસાબથી ઓછી અથવા વધારે પણ હોઇ શકે છે. સાથે જ કંપની એવો પણ વિકલ્પ આપી રહી છે કે 2 વર્ષ ઉપયોગ કર્યા બાદ તમે કેટલીક શરતો સાથે ફોનને તમારી પાસે રાખી પણ શકો છો. 

સાઇટ પર લિસ્ટિંગ પ્રમાણે 4,299 રૂપિયાના ભાડાની સાથે iPhone x લઇ શકો છો. આ પ્લાન 24 મહિના માટે છે એટલે કે 2 વર્ષ સુધી તમારે દર મહિને 4,299 રૂપિયા આપવા પડશે. જો તમે 2 વર્ષ ફોનને તમારી પાસે જ રાખવા ઇચ્છો છો તો તમારે અલગથી 15.553 રૂપિયા આપવા પડશે. આ ઉપરાંત કંપની તમારી પાસેથી સિક્યોરિટી તરીકે 9,998 રૂપિયા લેશે જેને એ બાદમાં પરત કરી દેશે. આ જ ભાડાથી સેમસંગ ગેલેક્સી નોટ 9 અને નોટ 8 લઇ શકાય છે. 

જો તમે ગૂગલ પિક્સલ 2 સૌથી ઓછા માસિક ભાડા 2,099 પર લઇ શકાય છે. 24 મહિના સુધી તમને દર મહિને 2,099 રૂપિયા આપવા પડશે, જો તમે 6 મહિના માટે ભાડેથી લો છો તો તમારે દર મહિને 5,398 રૂપિયા આપવા પડશે. પિક્સલ માટે પણ સિક્યોરિટી તરીકે 5,398 રૂપિયા લેવામાં આવશે. જેને બાદમાં પરત કરી દેવાશે. Recent Story

Popular Story