WhatsAppમાં ઘણાબધા કામના ફિચર્સ આવી ચૂક્યા છે અને કેટલાક બીટામાં ટેસ્ટિંગમાં છે. પણ આ બધાની વચ્ચે એક એવું ફિચર મિસિંગ છે જેનાથી યૂઝર પોતાની ડીપી-પ્રૉફાઇલ પિક્ચરને કોણે-કોણે ચેક કર્યું તે જાણી શકે છે. WhatsAppમાં કોઇ સિક્યૂરિટી કે એલર્ટ ફિચર્સ નથી કોઇપણ વ્યક્તિ તમારી પ્રૉફાઇલ પિક્ચર ઓપન કરી ફોટો સેવ પણ કરી શકે છે. આવામાં આ ફિચર ખુબ કામનું સાબિત થઇ શકે છે.
આ રીતે જાણો કોણે ચેક કરી તમારી WhatsApp પ્રોફાઇલ...
ભલે WhatsAppમાં આ ફિચર ના હોય પણ અમે અહીં એક એવી એપ બતાવીએ છીએ જેની મદદથી તમે આના જાણી શકો છો. આ એપનું નામ છે Whats Tracker. એન્ડ્રોઇડ યૂઝર્સ આને પ્લે સ્ટૉર પરથી ફ્રીમાં ઇન્સ્ટૉલ કરી શકે છે આ એપ પ્રૉ અને પેડ વર્ઝનમાં ઉપલબ્ધ છે. પ્રૉ વર્ઝનમાં છેલ્લા 7 દિવસના વિઝીટર અને વિઝીટેડ યૂઝરનું લિસ્ટ જોઇ શકશો જ્યારે પેડ વર્ઝન તરતજ આની માહિતી આપી છે. જોકે આના માટે યૂઝરને 1.99 ડૉલર (લગભગ 130 રૂપિયા) ખર્ચવા પડશે.
આ એપથી કઇ રીતે ચેક કરશો કોણે-કોણે જોઇ તમારી WhatsApp પ્રોફાઇલ...
- એપને ઓપન કરતાની સાથે જ એક એગ્રીમેન્ટ આવે છે તેને વાંચીને યૂઝરે Agree and Continue કરીને આગળ વધવાનું હોય છે.
- હવે યૂઝરને પોતાનું નામ અને દેશની સાથે પોતાની WhatsApp ડિટેલ આપવાની રહેશે અને સાથે જ જેન્ડર પણ સિલેક્ટ કરવાનું રહેશે.
- ત્યાર પછી આગળ વધવાથી એપ પર ડેટા લોડિંગ થવા લાગશે આમાં લગભગ 30 સેકન્ડ જેટલો સમય લાગી શકે છે.
- હવે તમારી સામે ત્રણ કેટેગરી ઑપન થશે જેમાં કોન્ટ્રેક્ટ વિઝીટેડ અને વિઝીટર શામેલ છે.
- વિઝીટેડ કેટેગરી પર ક્લિક કરવાથી તે લિસ્ટ ઑપન થશે જેને તમે વિઝીટ કરી હશે.
- વિઝીટર કેટેગરી પર ક્લિક કરવાથી તે લિસ્ટ ઑપન થશે જેઓએ તમારી પ્રોફાઇલ પર વિઝીટ કરી છે.
- એપની મદદથી યૂઝર WhatsApp Facebook Gmail Twitter કે અન્ય કોઇ પ્લેટફોર્મ પર મેસેજ કરી શકે છે.
Whats Tracker એપ વિશે...
- આ એપને tamazonsએ ડિઝાઇન કરી છે આને અત્યાર સુધી 3 એપ ડિઝાઇન કરી છે.
- આને એન્ડ્રોઇડ 4.1 અને તેનાથી ઉપરની OS પર ઇન્સ્ટૉલ કરી શકાય છે.
- એપનું કરન્ટ વર્ઝન 2.6.7 છે.
- જુદા જુદા સ્માર્ટફોનમાં આ અલગ અલગ સ્પેસ રોકે છે.