બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / you can get 1 lakh rupees in this diwali from paytm offer check details

ઓફર / ધમાકેદાર ઓફર, ફેસ્ટિવ સીઝનમાં Paytmના યુઝર્સ જીતી શકે છે 1 લાખ રૂપિયા, સુધરી જશે દિવાળી

Noor

Last Updated: 09:23 AM, 19 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ Paytmનો ઉપયોગ કરો છો તો તમારા માટે ખૂબ જ સારાં સમાચાર છે. આ તહેવારોની સીઝનમાં તમે Paytm દ્વારા 1 લાખ રૂપિયા સુધીના ઇનામ જીતી શકો છો.

  • પેટીએમના યુઝર્સ માટે સારાં સમાચાર
  • કંપની ફેસ્ટિવ સીઝનમાં લાવી જોરદાર ઓફર
  • યુઝર્સ જીતી શકે છે 1 લાખ રૂપિયા

હકીકતમાં ડિજિટલ પેમેન્ટ અને ફાઈનાન્શિયલ સર્વિસ ફર્મ પેટીએમએ સોમવારે કહ્યું કે તેણે વર્તમાન તહેવારોની સીઝન દરમિયાન માર્કેટિંગ અભિયાન માટે 100 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આમાં કેશબેક ઓફર UPI 'હમણાં ખરીદો, પછી ચૂકવો' પોસ્ટપેડ સેવા અને વોલેટ બિઝનેસનો પ્રમોશન સામેલ છે. તમને જણાવી દઈએ કે આ અભિયાન હેઠળ, પેટીએમ તેના ગ્રાહકોને બમ્પર કેશબેક આપશે.

જાણો શું ઓફર છે?

આ સાથે જ કંપની યુપીઆઈ અને બાય નાઉ, પે લેટરના વ્યાપક પ્રસાર માટે અભિયાન પણ ચલાવશે. કંપનીએ ભારતના લગભગ તમામ જિલ્લાઓના ગ્રાહકો માટે માર્કેટિંગ અભિયાન તરીકે પેટીએમ કેશબેક ધમાકાની શરૂઆત કરી છે. પેટીએમના આ અભિયાન હેઠળ ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને કર્ણાટક જેવા રાજ્યો પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

દરરોજ 10 લાખ રૂપિયા જીતવાની તક 

આ અભિયાન હેઠળ લોકોને ડિજિટલ પેમેન્ટ અને મની ટ્રાન્સફર, પેટીએમ વોલેટ અને પેટીએમ પોસ્ટપેડને પ્રોત્સાહન આપવા માટે પેટીએમ યુપીઆઈ વિશે જણાવવામાં આવશે. આ અભિયાન અંતર્ગત દરરોજ 10 નસીબદાર વિજેતાઓ 1 લાખ રૂપિયા જીતશે. 10,000 વિજેતાઓને 100 રૂપિયાનું કેશબેક મળશે, જ્યારે અન્ય 10,000 યુઝર્સને 50 રૂપિયાનું કેશબેક મળશે. આ ઓફરમાં દિવાળી (1-3 નવેમ્બર)ની આસપાસ યુઝર્સ દૈનિક 10 લાખ રૂપિયા સુધી જીતી શકે છે.

જાણો કેશબેક કઈ રીતે મળશે

આ ઓફરનો લાભ લેવા માટે તમારે તમારા મોબાઇલ, બ્રોડબેન્ડ DTH રિચાર્જ, બિલ પેમેન્ટ, મની ટ્રાન્સફર, ટ્રાવેલ ટિકિટ બુકિંગ, ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ, મૂવી ટિકિટ બુકિંગ, FASTag પેમેન્ટ, ઓનલાઇન અને ઓફલાઇન કિરાણા સ્ટોર ટ્રાન્ઝેક્શન વગેરે માટે Paytmનો ઉપયોગ કરવો પડશે. એ પછી કંપની દ્વારા તમને કેશબેક આપવામાં આવશે. જો તમે દિવાળીની આસપાસ Paytmથી બિલ પેમેન્ટ અથવા કેશ ટ્રાન્સફર કરો તો તમે કેશબેક પણ મેળવી શકો છો.
 

સંકળાયેલા મુદ્દાઓ

Details Diwali paytm offer Offer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ