બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / you can earn 5 lakh rupees from old 2 rupees coin check how details here

આવક / જો તમારી પાસે આ સિક્કો છે તો તમે ઘરે બેઠા કમાઈ શકો છો 5 લાખ રૂપિયા, કોરોના સંકટમાં થશે જોરદાર કમાણી

Noor

Last Updated: 08:11 AM, 12 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ઘરે બેઠા તગડી કમાણી કરવા માંગો છો તો આ તમારા માટે બેસ્ટ તક છે. તમે 2 રૂપિયાનો આ સિક્કો વેચીને લાખો કમાઈ શકો છો. જાણો કઈ રીતે.

  • ઘરે બેઠા રૂપિયા કમાવવા કરી લો આ કામ
  • 5 લાખ રૂપિયા કમાવાની શાનદાર તક
  • 2 રૂપિયાનો આ સિક્કો બનાવી દેશે માલામાલ

હકીકતમાં જ્યારે વસ્તુઓ જૂની થઈ જાય છે તો તે એન્ટીક શ્રેણીમાં આવી જાય છે. આવી એન્ટીક વસ્તુઓની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઘણી માંગ હોય છે અને તેને વેચનારને ઘણાં પૈસા પણ મળે છે. 

જો તમને જૂની વસ્તુઓ સાચવીને રાખવાનો શોખ છે તો તમને જણાવી દઈએ કે, સમયની સાથે આ વસ્તુઓની કિંમત ઘણી વધી જાય છે. જેમ કે, જૂની નોટ, સિક્કા કે બુક્સ જે મળવી મુશ્કેલ હોય. તમારી પાસે આવી કોઈ વસ્તુ હોય તો તમને તેની મોટી કિંમત મળી શકે છે. તમે ઘરે બેઠા લખપતિ બની શકો છો, તેના માટે તમારી પાસે 2 રૂપિયાનો સિક્કો હોવા જોઈએ. તમારે આ એન્ટિક સિક્કાની તસવીરો વેબસાઇટ પર અપલોડ કરવી પડશે. ત્યારબાદ લોકો તમારા સિક્કા માટે બોલી લગાવશે અને તમે ઈચ્છો તો આ સિક્કા વેચીને લાખોની કમાણી કરી શકો છો. 

જાણી લો આ સિક્કા વિશે

2 રૂપિયાનો આ સિક્કો વર્ષ 1994માં બનાવવામાં આવ્યો છે. આ સિક્કાની પાછળ ભારતનો ધ્વજ છે. આ દુર્લભ સિક્કાઓની કિંમત ક્વિકર વેબસાઇટ પર 5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. સાથે આઝાદી પહેલાં,રાણી વિક્ટોરિયાના એક રૂપિયાના ચાંદીના સિક્કાની કિંમત 2 લાખ રૂપિયા છે. એ જ રીતે જ્યોર્જ વી કિંગ સમ્રાટ 1918ના બ્રિટીશ એક રૂપિયાના સિક્કાની કિંમત 9 લાખ રૂપિયા છે.

સેલર અને બાયર પર કિંમત છે નિર્ભર

તમને જણાવી દઈએ કે આ સિક્કાઓ ઈ-કોમર્સ સાઇટ ક્વિકર પર વેચાઇ રહ્યાં છે. જોકે, તે વેચનાર અને ખરીદનાર વચ્ચે છે કે તેઓ કઈ કિંમત પર સહમત છે, પરંતુ તે કહેવું ખોટું નહીં હોય કે આ સિક્કાઓની ઘણી માંગ છે, જેના માટે લાખો રૂપિયા સરળતાથી મળશે.

જાણો કઈ રીતે આ સિક્કા વેચવા?

જો તમારી પાસે આવા સિક્કા છે અને તેમને વેચવા માંગતા હો તો તમારે પહેલાં ઈ કોમર્સ સાઇટ Quickr પર જવું પડશે અને રજિસ્ટર કરવું પડશે. સિક્કાના ફોટા પર ક્લિક કરવું પડશે અને તેને સાઇટ પર અપલોડ કરવા પડશે. ખરીદદારો તમારો સીધો સંપર્ક કરશે. ત્યાંથી તમે ચુકવણી અને ડિલિવરીની શરતો અનુસાર તમારો સિક્કો વેચી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

Coin Details earn money Income
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ