1 સેકન્ડમાં 14 ફિલ્મો કરી શકો છો ડાઉનલોડ, જાણો કેવી રીતે?

By : krupamehta 05:49 PM, 06 December 2018 | Updated : 05:49 PM, 06 December 2018
હવે માત્ર 1 સેકન્ડમાં તમે 1-1gbની 14 ફિલ્મો ડાઉનલોડ કરી શકો છો. આ સાંભળીને તમે આશ્વર્યમાં પડી ગયા હશો. તમે વિચારી રહ્યા હશો કે આ કેવી રીતે શક્ય છે, કારણ કે આપણું ઇન્ટરનેટ તૌ 1 gbની એક ફિલ્મ ડાઉનલોડ કરવામાં અડધો કલાક અથવા એક કલાક કરી દે છે, પરંતુ અમે તમને જણાવી દઇએ કે આવું કેવી રીતે શક્ય છે. 

ઇસરોએ આ શક્ય કરીને દેખાડ્યું છે. વાસ્તવમાં દેશનો સૌથી ભારે ઉપગ્રહ જીસેટ-11 ભારતીય સમયાનુસાર બુધવારે સવારે 2.07 વાગ્યે દક્ષિણ અમેરિકાના ફ્રેંચ ગુયાનાથી એરિયનસ્પેસના એરિયન-5 રોકેટથી સફળતાપૂર્વક પ્રક્ષેપિત કર્યું છે. રોકેટે આશરે 33 મિનીટમાં ઉપગ્રહોને એમની કક્ષામાં સ્થાપિત કરી દીધા. આ એક એવો ઉપગ્રહ છે, જેના સક્રિય થયા બાદ દેશમાં ઇન્ટરનેટથી 14gb પ્રતિ સેકન્ડની ઝડપથી ડેટા મોકલી શકાશે. 

આ ઉપગ્રહમાં 40 ટ્રાન્સપોન્ડર લાગેલા છે, જેમાં 32 સ્પોટ બીમની સાથે સાથે આઠ સબ બીમ પણ છે, જે દેશની સાથે સાથે દૂરના વિસ્તારોને પણ કવર કરશે. એનો ફાયદો એ થશે કે એનાથી ઇ-ગવર્નસને પ્રોત્સાહન મળશે. સાથે જ લોકોને કેબલ, ડિશ અને ઇન્ટરનેટના કેબલથી પણ છુટકારો મળી શકે છે. 

ભારત દ્વારા નિર્મિત અત્યાર સુધીનો સૌથી ભારે, સૌથી મોટો અને સૌથી શક્તિશાળી ઉપગ્રહ છે. 5,854 કિલો વજનનો આ ઉપગ્રહનું આયુષ્ય 15 વર્ષનું છે. એને બનાવવામાં આશરે 500 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે. 

માનવામાં આવી રહ્યું છે કે આવતા વર્ષ સુધી ઇન્ટરનેટની સ્પીડ વધારે વધી શકે છે. એના માધ્યમથી ઓછી ઝડપી ઇન્ટરનેટથી પરેશાન દેશના લોકોને 100Gb પ્રતિ સેકન્ડ ડેટા સ્પીડ પૂરી પાડવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. Recent Story

Popular Story