Wednesday, June 26, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

અદ્ભૂત / હવે સુરતના વેપારીઓ તમને આંખોમાં પહેરાવશે ડાયમંડ, જુઓ વીડિયો

હવે સુરતના વેપારીઓ તમને આંખોમાં પહેરાવશે ડાયમંડ, જુઓ વીડિયો

ડાયમંડ નગરી તરીકે આમ તો સુરત દેશ-વિદેશમાં બહોળી ખ્યાતિ ધરાવે છે. સુરત પોતાનાં હીરા ઊદ્યોગને કારણે ઝડપથી આર્થિક પ્રગતિ કરનારા શહેરોમાં સ્થાન પામ્યું છે. કાચા હીરા પર જ્યારે સુરતમાં પાસાદાર પોલિશિંગ થાય છે ત્યારે તેની ચમક હીરા પર જ નહીં પરંતુ સુરત પર પણ પથરાય છે. સુરતમાં હીરા ઉદ્યોગને સાથે રાખી જ્વેલરી ઉદ્યોગ પણ તેનાં ઐશ્વર્યનાં કામણ પાથરી રહ્યો છે.

ફેશનની દુનિયા તદ્દન અલગ છે. અહીં સૌથી મહત્વપૂર્ણ છે, "કંઇક અલગ અથવા કઈંક નવું". બ્રાન્ડની ઓળખ પણ તેનાથી જ થાય છે. બ્રાન્ડ ટૅગને કારણે, સામાન્ય દેખાતી વસ્તુઓ માટે અસાધારણ કિંમત પણ હોય છે. આવા કિસ્સામાં સુરતમાં હવે તૈયાર થઈ રહ્યાં છે ડાયમંડ કોન્ટેકટ લેન્સ. બધા કરતા અલગ દેખાવવા માટે આંખમાં ડાયમંડ લગાવવાનો ટ્રેન્ડ સામે આવ્યો છે. જેનાંથી તમારી આંખોમાં જોવા મળશે એક અલગ જ ચમક. ત્યાકે આ ડાયમંડ કોન્ટેક્ટ લેન્સ કેવાં છે તે જોઈએ આ અહેવાલમાં.

ડાયમંડ નગરી તરીકે આમ તો સુરત દેશ-વિદેશમાં બહોળી ખ્યાતિ ધરાવે છે. સુરત પોતાનાં હીરા ઊદ્યોગને કારણે ઝડપથી આર્થિક પ્રગતિ કરનારા શહેરોમાં સ્થાન પામ્યું છે. કાચા હીરા પર જ્યારે સુરતમાં પાસાદાર પોલિશિંગ થાય છે ત્યારે તેની ચમક હીરા પર જ નહીં પરંતુ સુરત પર પણ પથરાય છે. સુરતમાં હીરા ઉદ્યોગને સાથે રાખી જ્વેલરી ઉદ્યોગ પણ તેનાં ઐશ્વર્યનાં કામણ પાથરી રહ્યો છે.

 

diamond contact lenses

ડાયમંડનો વપરાશ કરીને અનેક જ્વેલર્સ દ્વારા પોતાની પ્રોડક્ટને બેનમૂન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિવિધ ડિઝાઈનનાં નેક્લેસ હોય કે ઈયરિંગ હોય તેમાં જો સુરતી ડાયમંડ ન હોય તો તે અધૂરા લાગે છે અને આ જ્વેલરીમાં ડાયમંડ હોય તો તે જ્વેલરીનું મૂલ્ય અનેક ગણું વધી જાય છે. પરંતુ હવે સુરતનાં ડાયમંડ માત્ર જ્વેલરીને ચમકદાર બનાવવા પૂરતા જ સીમિત નથી રહ્યાં.

હવે આ ડાયમંડ તમારી આંખને પણ શણગારવા તૈયારી કરી રહ્યાં છે. મુંબઈનાં કેટલાંક જ્વેલર્સે ઓફથોમોલોજિસ્ટ્સ અને ઓપ્ટોમેટ્રીસ્ટ્સ સાથે ટાઈઅપ કરીને તેમનાં ક્લાયન્ટ માટે ડિઝાનિંગ ડાયમંડ કોન્ટેક્ટ લેન્સ બનાવી આપવાનું શરૂ કર્યું છે. તેમને આ પ્રકારનાં કોન્ટેક્ટ લેન્સ માટે મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ ઉપરાંત હોંગકોંગ, અમેરિકા અને લંડન જેવા દેશોમાંથી પણ ઓર્ડર મળી રહ્યાં છે.

 

ડાયમંડ કોન્ટેક્ટ લેન્સ માટે ઓર્ડર કરનારાઓમાં સૌથી વધુ મહિલાઓ છે કે જેઓ અન્ય કરતા અલગ દેખાવા માંગે છે. આ ડાયમંડ સ્ટડેડ કોન્ટેક લેન્સની પ્રાઈઝ રેન્જ ડાયમંડની ગુણવત્તાનાં આધારે 25,000થી 40,000 રૂપિયા સુધીની છે. જો ગ્રાહક ઉત્તમ કક્ષાનાં લેન્સ અને ડાયમંડની પસંદગી કરે છે તો તેની એક જોડીની કિંમત 60,000 રૂપિયા સુધી પહોંચી જાય છે.

ડાયમંડ કોન્ટેક્ટ લેન્સનું નિર્માણ જે તે ગ્રાહકની ડોક્ટર દ્વારા થતી આંખની તપાસ અને તેમનાં અભિપ્રાય બાદ કરવામાં આવે છે. ડાયમંડ કોન્ટેક્ટ લેન્સનાં નિર્માણમાં આંખને નુકસાન ન કરે તે પ્રકારનાં કેમિકલ વાપરવમાં આવે છે તેવો દાવો નૈનેશ પચીગર કરી રહ્યાં છે. દુનિયાભરનાં ફેશનિસ્ટોની આ ડિમાન્ડને સુરતની ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ પૂરી કરી રહી છે. ત્યારે હવે સુરતી ડાયમંડ આંખમાં આંજીને દુનિયા જોવા માટે યુવાધન ઘેલું થશે તેવું લાગી રહ્યું છે.

 

diamond contact lenses surat VTV વિશેષ VTV vishesh gujarat Diamond industry

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ