બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / you are doing transactions through UPI you get great news government waived this tax before the budget

પ્રોત્સાહન / UPI થી કરો છો લેવડદેવડ તો મળી મોટી ખુશખબરી, સરકારે બજેટ પહેલા માફ કર્યો આ ટેક્સ, લોકોને બલ્લે બલ્લે

Last Updated: 10:05 PM, 15 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમેં પણ યુપીઆઈ મારફતે નાના વ્યવહારો કરી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે કામના છે કારણ કે સરકારે આવા વ્યવહારોને પ્રોત્સાહન આપવા આ ટેકમાં માફી આપી છે.

  • UPIથી ટ્રાન્જેક્શન કરતા ગ્રાહકોને ખુશખબરી
  • નાણા મંત્રાલયે આપી મહત્વની જાણકારી

નાણા મંત્રાલયે મહત્વની માહિતી આપી જણાવ્યુ કે Rupay ડેબિટ કાર્ડ્સ અને ઓછા ખર્ચે BHIM-UPI વ્યવહારોમાં વધારો કરાવવા માટે બેંકોને આપવામાં આવેલા પ્રોત્સાહનો પર કોઈ GST વસૂલવામાં નહીં આવે. મહત્વનું છે કે ગત અઠવાડિયે, કેન્દ્રીય કેબિનેટે RuPay ડેબિટ કાર્ડ્સ અને ઓછી કિંમતના BHIM UPI વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે બેંકો માટે રૂ. 2,600 કરોડની યોજના પર મંજૂરીની મહોર લગાવી છે.

આ UPI અને Rupay ડેબિટ કાર્ડ વ્યવહારો પર GST નહીં લાગે

RuPay ડેબિટ કાર્ડ અને ઓછી કિંમતના BHIM UPI ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા  પ્રોત્સાહક યોજનાને લઈને સરકાર RuPay ડેબિટ કાર્ડ અને 2,000 રૂપિયા સુધીની ઓછી કિંમતના BHIM-UPI ની કિંમતની ટકાવારી તરીકે બેંકોને પ્રોત્સાહન આપે છે. પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007 બેંકો અને સિસ્ટમ પ્રદાતાઓને RuPay ડેબિટ કાર્ડ્સ અથવા BHIM દ્વારા કોઈપણને ચૂકવણી સ્વીકારવા અથવા કરવા માટે રોક લગાવે છે.

GST કાઉન્સિલ દ્વારા કરાયેલી ભલામણમાં સ્પષ્ટ કરાયું કે...

નાણાં મંત્રાલય દ્વારા GSTના ચીફ કમિશનરને મોકલાયેલા એક પરિપત્રમાં જણાવ્યું કે આ પ્રોત્સાહનનો સંબંધ સેવાની કિંમત સાથે જોડાયેલ સબસિડી જોડે છે. આ સેન્ટ્રલ GST એક્ટ, 2017 ની જોગવાઈઓ મુજબ ટ્રાન્ઝેક્શનના કરપાત્ર મૂલ્યનો ભાગ નથી. તેમાં જણાવ્યું કે GST કાઉન્સિલ દ્વારા કરાયેલી ભલામણમાં સ્પષ્ટ કરાયું છે કે RuPay ડેબિટ કાર્ડ અને ઓછી કિંમતના BHIM UPI ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી વિભાગ દ્વારા અપાયેલા પ્રોત્સાહનો ઉપર GST નહીં લાગે. આ વ્યવહારો સબસીડીના રુપમાં છે એટલે ટેક્સ લાગશે નહીં.


ડિસેમ્બરમાં 12.82 લાખ કરોડ રૂપિયાના UPI વ્યવહારોનો રેકોર્ડ
માત્ર UPIએ જ ડિસેમ્બર માસમાં રૂ. 12.82 લાખ કરોડ રૂપિયાના 782.9 કરોડ ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. હવે RuPay ઓછી કિંમતના BHIM UPI ટ્રાન્ઝેક્શનને વધારવા માટે અપાયેલા પ્રોત્સાહનો પર કોઈ GST ન હોવાથી ક્ષેત્ર વધુ વિકાસ પામે તેવા ઉજળા સંજોગો રહેલા છે.

સંકળાયેલા મુદ્દાઓ

GST Rupay UPI યુપીઆઈ સરકાર UPI
Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ