yogi government extended weekend corona curfew till 24 may in up
મહામારી /
હવે આ રાજ્યમાં પણ લંબાવાયું લોકડાઉન, લોકોને મળશે એક હજાર રુપિયા અને મફત અનાજ
Team VTV07:54 PM, 15 May 21
| Updated: 07:57 PM, 15 May 21
યુપીની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યમાં એક અઠવાડિયું લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે.
યુપીમાં 24 મે સુધી લોકડાઉન લાગુ રહેશે
શ્રમિકો-ગરીબોને મળશે 1000 રુપિયા રોકડા
ઠેલાવાલા, ખોમચેવાલાને પણ મળશે સહાય
યુપીમાં 16 મે ના રોજ લોકડાઉન પુરુ થવાનું હતું પરંતુ કેસોને ધ્યાનમાં રાખીને એક અઠવાડિયું લોકડાઉન લંબાવવાનો યોગી સરકારે નિર્ણય લીધો છે.
24 મે સુધી લોકડાઉન અમલી રહેશે
યોગી કેબિનેટની શનિવારે બેઠક મળી હતી તેમાં નક્કી કરાયું કે 24 મેના સવારના સાત સુધી લોકડાઉન જેવા પ્રતિબંધો ચાલુ રહેશે. જોકે સરકારે જરુરી સેવાઓને લોકડાઉનમાંથી છૂટ આપી છે.
શ્રમિકો-ગરીબોને મળશે 1000 રુપિયા રોકડા અને 3 મહિનાનું અનાજ
યુપી સરકારે શ્રમિકો, ઠેલાવાલા, ખોમચેવાલા તથા ગરીબોને 1000 રુપિયા રોકડા તથા 3 મહિનાનું અનાજ મફત આપવાની પણ જાહેરાત કરી છે.
કોરોનાના નવા કેસ કરતા વધી રહ્યો છે દેશમાં રિકવરી રેટ
એક જ દિવસમાં નોંધાયા 3 લાખ 26 હજાર 14 કેસ આવ્યા છે અને સાથે જ રિકવર પેશન્ટની વાત કરીએ તો એક જ દિવસમાં દેશમાં 3 લાખ 52 હજાર 850 લોકો સાજા થયા છે. આ સિવાય એક જ દિવસમાં દેશમાં 3 હજાર 876 લોકોના મૃત્યુ થયા હોવાનું આંકડા કહે છે.
હાલ દેશમાં એક્ટિવ કેસ 36 લાખ 69 હજાર 573 થયા છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 39 હજાર 923 કેસ આવ્યા છે. આ સાથે મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 53 હજાર 249 લોકો સારવાર મેળવી ચૂક્યા છે.
કર્ણાટકમાં એક જ દિવસમાં 41 હજાર 779 કેસ નોઘાયા છે. કેરળમાં 34 હજાર 694 કેસ, યુપીમાં 15 હજાર 647 કેસ, દિલ્લીમાં 8 હજાર 506 કેસ,રાજસ્થાનમાં 14 હજાર 289 કેસ અને પશ્ચિમ બંગાળમાં 20 હજાર 846 કેસ તો મધ્યપ્રદેશમાં 8 હજાર 87 કેસ આવ્યા છે.