કોલકાતામાં મંગળવારનાં રોજ થયેલ હિંસા બાદ ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બુધવારનાં રોજ બંગાળની મુલાકાતે છે. કોલકાતામાં તેમની રેલીનાં મંચ તોડવા પર અને રેલી રદ્દ થવાનાં સમાચારોની વચ્ચે ભાજપ અધ્યક્ષ અમિત શાહે નિર્દેશ આપ્યો કે ચાહે કંઇ પણ હોય, રેલીઓ રદ્દ નહીં થાય. ત્યાર બાદ પશ્ચિમ બંગાળનાં બારાસાતમાં રેલી દરમ્યાન મંચથી જ યોગી આદિત્યનાથે તાલ ઠોકીને કહી દીધું કે તેઓ કોલકાતામાં પણ રેલી કરશે.
બારાસાતમાં મંચથી તેઓએ પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જીને લલકારી કે અમિત શાહની રેલી દરમ્યાન કરવામાં આવેલ હિંસા 'મમતા'ની અંતિમ ભૂલ છે. યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને જણાવ્યું કે, ભાજપથી ભયભીત મમતા બંગાળમાં સભાઓનાં મંચ તોડીને, મજૂરોને માર મારીને, રેલીઓ રદ કરાવીને બંગાળને શું બનાવવા ઇચ્છે છે? તો યાદ રાખો કે બંગાળ ભારતનું જ એક અભિન્ન અંગ છે. તેઓએ લખ્યું કે,
'બગદાદી'સે પ્રભાવિત હોકર 'બગદીદી' બનને કા આપકા સપના ભારત માં કે સચ્ચે સપૂત વોટ કી ચોટ સે તોડકર રહેંગે.'
बाधाएं आती है आएं, घिरें प्रलय की घोर घटाएं,
— Chowkidar Yogi Adityanath (@myogiadityanath) May 15, 2019
पांवों के नीचे अंगारे, सिर पर बरसें यदि ज्वालाएं,
निज हाथों में हंसते-हंसते, आग लगाकर जलना होगा,
कदम मिलाकर चलना होगा।
-भारत-रत्न श्री वाजपेयी जी की यह कविता हमें हृदय से स्मरण है।
तानाशाह दीदी जो भी करें, उनकी विदाई तय है।
તેઓએ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની કવિતાની પંક્તિઓ શેર કરતા લખ્યું કે, ભારત રત્ન શ્રી વાજપેયીની આ કવિતા અમને હ્રદયથી સ્મરણ છે. તાનાશાહ દીદી જે પણ કરે, તેમની વિદાઇ નક્કી છે.
बंगाल!
— Chowkidar Yogi Adityanath (@myogiadityanath) May 15, 2019
सबसे पहले जय श्रीराम से आप सबका अभिवादन!
आज आपके बीच रहूंगा
तानाशाहों तक यह संदेश पहुंचे कि राम इस देश के कण-कण में हैं, स्वतंत्रता इस देश की जीवनी-शक्ति है और मैं बंगाल के क्रांतिधर्मी युयुत्सु का आह्वान कर रहा हूँ।
याचना नहीं, अब रण होगा,
जीवन जय या कि मरण होगा!
जय हो!
બંગાળનાં બારાસાતમાં યોગી આદિત્યનાથે કહ્યું કે, મમતાની સરકાર રમખાણો કરાવી રહી છે આની એક્સપાઇરી ડેટ નક્કી છે. તેઓએ જણાવ્યું કે, ટીએમસીનાં ગુંડાઓએ અમિત શાહનાં રોડ શોમાં જે હુમલો કર્યો, તે આ સરકારની અંતિમ તાબૂત બનવા જઇ રહેલ છે. તેમને મોં છુપાવવાની પણ જગ્યા નહીં મળે.