બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / Politics / Yogi Aadityanath says he will not be invited in babri masjid building ceremony

નિવેદન / યોગી આદિત્યનાથ: "બાબરી મસ્જિદના નિર્માણ સમયે કોઈ મને બોલાવશે નહીં અને હું..."

Shalin

Last Updated: 07:34 PM, 5 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ બાદ ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે મીડિયા સાથે વાતચીત કરીને રામ મંદિર, કોરોના અને અયોધ્યામાં મસ્જિદના નિર્માણ જેવા મુદ્દાઓ પર પોતાની વાત કરી હતી. મસ્જિદના શિલાન્યાસ પર CM યોગીએ કહ્યું હતું કે મને કોઈ બોલાવશે પણ નહીં, અને હું ક્યાંય જઈશ પણ નહીં.

CM યોગીને સવાલ પૂછવામાં આવ્યો કે વિરોધીઓ કહી રહ્યા છે કે તમે બધા ધર્મના લોકોને રામ મંદિરના ભૂમિપૂજન માટે આમંત્રણ આપ્યું અને બધા આવ્યા. પરંતુ આગામી દિવસોમાં જ્યારે અયોધ્યામાં મસ્જિદનું નિર્માણ શરૂ થશે, ત્યારે એમ કહેવામાં આવી રહ્યું છે કે CM યોગી ત્યાં નહીં જાય.

આ અંગે યોગી આદિત્યનાથે કહ્યું કે મારે જે કામ છે તે કામ હું કરીશ અને હું હંમેશાં મારા કાર્યને ફરજ અને ધર્મ તરીકે માનું છું. હું જાણું છું કે મને કોઈ બોલાવશે નહીં તેથી હું ત્યાં જઈશ પણ નહીં. 

અયોધ્યામાં વક્ફ બોર્ડને મસ્જિદ માટે જમીન ફાળવી દેવાઈ છે

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને 5 એકર જમીન આપવાનો નિર્ણય કર્યો હતો. 5 ફેબ્રુઆરીએ યુપી સરકારે અયોધ્યા જિલ્લા મુખ્યાલયથી 1 કિલોમીટર દૂર, ધન્નીપુર તહસીલના સોહવાલ ગામના રૌહાની પોલીસ સ્ટેશનથી આશરે 200 મીટર દૂર, મસ્જિદ માટે 5 એકર જમીન ફાળવી છે. અહીં મસ્જિદનું નિર્માણ થશે.

યુપીના CM યોગી આદિત્યનાથે પણ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના 'રામ સબકે હૈ'ના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે રામ બધાના છે, અમે આ પહેલા જ કહી ચૂક્યા છે. આ સદબુદ્ધિ તેમને પહેલા આવી જોઈતી હતી. 

અયોધ્યામાં વિકાસના કામો અંગે CM યોગીએ કહ્યું કે આજે અયોધ્યામાં તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે અને લોકોને રોજગાર આપવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી તરીકે હું ઘણી વાર અયોધ્યા આવી ચૂક્યો છું. અગાઉ મુખ્યમંત્રીઓ અહીં આવવામાં સંકોચ અનુભવતા હતા. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે લોકશાહીમાં વિકાસના મુદ્દાઓ તેમ જ અન્ય મુદ્દાઓ પર લોકલાગણીનું સન્માન કરવું જરૂરી છે. 

ભાજપના રાષ્ટ્રીય રાષ્ટ્રીય અધ્યક્ષ પણ કાર્યક્રમમાં ગેરહાજર 

યુપીના CMએ કહ્યું કે ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન કોરોનાને કારણે મોટું કરાયું નથી, તેથી કોઈ રાજકીય પક્ષના વ્યક્તિઓને બોલાવવામાં આવ્યા નથી. CMએ કાર્યક્રમ અંગે સવાલો ઉઠાવનારાઓને પણ જવાબ આપ્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે આયોજક રામ મંદિરનો ટ્રસ્ટ જ છે પરંતુ સરકાર તરીકે અમે સહકાર આપી રહ્યા હતા.

તેમણે કહ્યું કે દરેક સમુદાયના લોકો આ કાર્યક્રમમાં આવવા ઇચ્છતા હતા પરંતુ કોરોનાને કારણે કાર્યક્રમ મર્યાદિત રાખવામાં આવ્યો હતો. યોગીએ કહ્યું કે માત્ર કોંગ્રેસની ગેરહાજરી નહીં, ભાજપના પણ કોઈ નેતાએ આ કાર્યક્રમમાં ભાગ લીધો નથી. ન તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કે ના પ્રદેશ પ્રમુખ.

સંકળાયેલા મુદ્દાઓ

Babri Masjid Yogi Adityanath up ઉત્તર પ્રદેશ બાબરી મસ્જિદ યોગી આદિત્યનાથ ram mandir
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ