Yogesh Boksha accused of using derogatory language for SC
ભુજ /
ભાજપ નેતા અને લોકકલાકાર યોગેશ બોક્ષાની કાર્યક્રમમાં જીભ લપસી, SC સમુદાય માટે અપમાનજનક શબ્દપ્રયોગનો ગુનો દાખલ
Team VTV11:52 PM, 14 May 22
| Updated: 11:54 PM, 14 May 22
ઘટનાને પગલે દલિત સમુદાયના લોકોમાં ભારે રોષ, સમગ્ર મામલે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ
BJP નેતા વિરૂદ્ધ FIR
યોગેશ બોક્ષા સામે ભુજમાં ગુનો દાખલ
દલિતો પર ટિપ્પણી બદલ FIR
સમગ્ર દેશમાં એક તરફ સમાનતા અને એકતાની વાતો કરવામાં આવી રહી છે..ત્યારે બીજી બાજુ દેશ સહિત ગુજરાતમાં ક્યાંકને ક્યાંક અસ્પૃશ્યતા બનાવો હજુ પણ સામે આવી રહ્યા છે. ક્યાંક દલિત પરિવારને મંદિરમાં પ્રવેશવાની મનાઈ ફરમાવી દેવામાં આવે છે તો ક્યાંય દલીતને પરિવારને સોસાયટીમાં ઘરો આપવામાં આવી રહ્યા નથી તેવી ઘટનાઓ પણ છાશવારે બનતી આવે છે. તેવામાં ભાજપ નેતા અને લોકકલાકાર યોગેશ બોક્ષા સામે અનુસૂચિત જાતિ માટે અપમાન જનક શબ્દો બોલવા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
યોગેશ બોક્ષા પર અનુસૂચિત જાતિ માટે અપમાનજનક શબ્દપ્રયોગનો આરોપ
ભુજમાં કાર્યક્રમ દરમિયાન યોગેશ બોક્ષા કાર્યક્રમમાં ખલેલ પહોંચતા ઉશ્કેરાઈ ગયા હતા. અને બોલ્યા હતા કે ભાજપ પાર્ટી અને કેસરિયાના કારણે અમે કલાકારો અહિયાં આવિયા છે. તમે કો આમ કરો આમ ન કરો તે માટે નહીં, આટલું બોલી તે અનુસૂચિત જાતિ માટે અપમાનજનક શબ્દપ્રયોગ કરે છે. અને લોકોને શાંતિથી બેસવા અને કાર્યક્રમને સુચારું રૂપે ચાલુ રાખવા અપીલ કરે છે.
ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ
કાર્યક્રમ દરમિયાન યોગેશ બોક્ષાની જીભ લપસી હતી જેના કારણે તેઓ અનુસૂચિત જાતિ માટે ન ઉપયોગ કરવાનો શબ્દ ઉચ્ચારી જાય છે. ઘટનાને પગલે દલિત સમુદાયના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર બાબતે વધુ તપાસ હાથ ધરી છે.