લાઇફ મિશન અંતર્ગત રાજશ્રી મુનિએ યોગાભ્યાસ માટે સેન્ટર શરૂ કર્યા હતા. જોકે તેમની અચાનક વિદાયથી અનુયાયીઓમાં શોકનું મોજું ફરી વળ્યું
પંચમહાલના લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપક રાજશ્રી મુનિ બ્રહ્મલીન થયા
હૃદયરોગના હુમલામાં વડોદરાની ખાનગી હોસ્પિટલમાં થયું નિધન
આજે કાલોલના મલાવ ખાતે પાર્થિવદેહ અંતિમ દર્શન માટે મુકાશે
આવતીકાલે રાજ રાજેશ્વર ધામ જાખણ ખાતે અંતિમ સંસ્કાર કરાશે
પંચમહાલના લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપક રાજશ્રી મુનિ બ્રહ્મલીન થયા છે. પ્રાથમિક વિગતો મુજબ હૃદયરોગના હુમલામાં વડોદરાની ખાનગી હોસ્પિટલમાં તેમનું નિધન થયું હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, લાઇફ મિશન અંતર્ગત રાજશ્રી મુનિએ યોગાભ્યાસ માટે સેન્ટર શરૂ કર્યા હતા. જોકે તેમની અચાનક વિદાયથી અનુયાયીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ તરફ હવે
રાજશ્રી મુનિના આવતીકાલે રાજ રાજેશ્વર ધામ જાખણ ખાતે અંતિમ સંસ્કાર કરાશે.
રત્ન પુરસ્કારથી સન્માનિત લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપક રાજશ્રી મુનિ આજે બ્રહ્મલીન થયા છે. રાજશ્રી મુનિનું હૃદયરોગના હુમલામાં વડોદરાની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હોવાનું સામે આવ્યું છે. રાજશ્રી મુનીજીના મોટી સંખ્યામાં અનુયાયીઓ છે. મહત્વનું છે કે, રાજશ્રી મુનીને યોગ રત્ન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. તો વળી રાજશ્રી મુનીને PM મોદી સાથે ખાસ આત્મીયતા હતી.
મહત્વનું છે કે, પંચમહાલના લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપક રાજશ્રી મુનિએ લાઇફ મિશન અંતર્ગત યોગાભ્યાસ માટે સેન્ટર શરૂ કર્યા હતા. જોકે હવે રાજશ્રી મુનિની અચાનક વિદાયથી તેમના અનુયાયીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જોકે આજે આજે કાલોલના મલાવ ખાતે તેમના પાર્થિવદેહ અંતિમ દર્શન માટે મુકાશે. આ સાથે આવતીકાલે રાજ રાજેશ્વર ધામ જાખણ ખાતે અંતિમ સંસ્કાર કરાશે.