ટીવી ચેનલ સાથેની વાતચીતમાં બાબા રામદેવે તેમના વિવાદાસ્પદ નિવેદન પર માંડીને વાત કરી છે. રામદેવે જણાવ્યું કે વોટ્સ્એપ મેસેજને આધારે નિવેદન કર્યું છે.
બાબા રામદેવે તેમના વિવાદાસ્પદ નિવેદન પર કર્યો ખુલાસો
ડોક્ટરોનું સન્માન કરું છું
કદી પણ ડોક્ટરોના અપમાનની વાત કરી નથી
વોટ્સએપ મેસેજને આધારે નિવેદન આપ્યું
બાબા રામદેવે જણાવ્યું કે હું આપણા તમામ ડોક્ટરોનું સન્માન કરું છું. મેં ક્યારેય પણ ડોક્ટરોના અપમાનની વાત કરી નથી.
પહેલી વાત એ છે કે કરુણાની સાથે મેં વાત કરી છે. ડોક્ટરોના યોગદાનને બાબા રામદેવે કદી પણ નકાર્યું નથી. જ્યારે પણ કોઈ ટીપ્પણી કરાય છે ત્યારે આપણે આટલા બધા ભડકી કેમ જઈએ છીએ. રામદેવે જણાવ્યું કે જ્યારે અમેરિકા જેવા દેશો આવી ટીપ્પણી કરે ત્યારે આપણે તે ચુપચાપ સાંભળી લઈએ છીએ. સમગ્ર વિશ્વમાં લોપેથી દવાઓથી હજારો લોકોના મોત થયા છે. આપણે કોરોનાની જે દવાનો ઉપયોગ કરીએ છીએ તેની આડઅસર ઘણી છે. સમગ્ર દુનિયામાં એલોપેથીની 400 મોટી દવાઓને પ્રતિબંધિત કરાઈ છે.
મેં વોટ્સએપ મેસેજ વાંચીને નિવેદન આપ્યું, ડોક્ટરોના અપમાનનો કોઈ ઈરાદો નથી
પોતાના વિવાદાસ્પદ નિવેદન પર જવાબ આપતા બાબા રામદેવે કહ્યું કે હું ડોક્ટરોનું સન્માન કરુ છું. અમારી સાથે પણ લગભગ 1000 ડોકટરો કામ કરી રહ્યાં છે. રામદેવે કહ્યું કે આ મારુ નિવેદન નથી હું એક વોટ્સએપ મેસેજ વાંચી રહ્યો હતો અને તેને આધારે નિવેદન આપ્યું. આ મારુ પોતાનું નિવેદન નથી તેમ છતાં પણ કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું ફરી વાર આ નિવેદન પરત ખેચું છું. રામદેવે જણાવ્યું કે ડોક્ટરોનું અપમાન કરવાનો મારો જરા પણ ઈરાદો નહોતો. કોરોના મહામારીમાં ડોક્ટરોના યોગદાનને ભુલાય તેમ નથી.
હું કોઈ પુરાવા વગર વાત કરતો નથી
બાબા રામદેવે જણાવ્યું કે કેટલા લોકો કહી રહ્યાં છે કે બાબા રામદેવ તેમની ગેરકાયદેસર દવાઓના વેચાણ કરવા આવા નિવેદનો આપી રહ્યાં છે. અમને ભારત સરકાર તરફથી દવાનું લાઈસન્સ મળ્યું છે. અમે 500 સંસોધન કર્યાં છે. હું કોઈ પુરાવા વગર વાત કરતો નથી. મેં વાંચેલું નિવેદન કહ્યું હતું તેમ છતાં મારા નિવેદનથી કોઈને આઘાત લાગ્યો હોય તો હું ફરી વાર તે નિવેદન પરત ખેંચું છું.
IMA અને ફાર્મા કંપનીઓને 25 સવાલ પૂછ્યાં
મેડિકલ સારવાર પર ફરી સવાલ ઉઠાવતા બાબા રામદેવે ઈન્ડીયન મેડિકલ એસોસિએશન અને ફાર્મા કંપનીઓને ઓપન લેટર લખીને 25 સવાલ પૂછ્યાં. રામદેવે જણાવ્યું કે જો એલોપેથી સર્વશક્તિમાન અને સર્વગુણ સંપ્પન હોય તો પછી એલોપેથીના ડોક્ટર બીમાર ન પડવા જોઈએ. બાબા રામદેવે બીપી, ટાઈ-1, ડાયાબિટીસ, થાઈરોડ જેવી ઘણી બીમારીઓ અંગે સવાલ પૂછ્યાં કે શું તેમની પાસે આનો કાયમી ઉપાય છે.
બાબા રામદેવે આ રોગનો ઈલાજ છે એલોપેથી પાસે
બાબા રામદેવે જણાવ્યું કે એલોપેથીની પાસે ફેટી લિવર, લીવર સોરાયસિસ, હેપેટાઈસિટની સારવાર માટે કઈ દવા છે ? ફાર્મા ઈન્ડસ્ટ્રીઝમા હાર્ટના બ્લોકેજને અટકાવવાનો કોઈ ઉપાય છે. બાયપાસ વગર, ઓપરેશન વગર એન્જિયોપ્લાસ્ટીનો કાયમી ઉપચાર છે.