બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ફિટ અને હેલ્ધી રહેવા માટે મલાઇકા અરોરા કરે છે પાવર યોગ, તેના ફાયદા શું? જાણો
Last Updated: 02:48 PM, 19 June 2024
હેલ્ધી અને ફિટ રહેવા માટે આજકાલ લોકો અનેક અલગ અલગ રીતો અપનાવે છે. જેમાં યોગ પણ શામેલ છે. આજના સમયમાં લોકો ફિટ રહેવા માટે યોગની તરફ વળ્યા છે. ઘણા લોકો જીમની જગ્યા પર યોગ અપનાવે છે. યોગ શારીરિક અને માનસિક રીતે વ્યક્તિને સ્વસ્થ્ય બનાવવામાં મદદ કરે છે.
ADVERTISEMENT
યોગા રાખે છે ફિટ
ADVERTISEMENT
સામાન્ય માણસથી લઈને મોટા મોટા સેલિબ્રિટી બધા પોતાને ફિટ રાખવા માટે યોગનો સહારો લે છે. જેમાં શિલ્પા શેટ્ટી, મલાઈકા અરોડા અને કરીના કપૂર ખાન શામેલ છે. યુવાનો પણ તેમની પાસેથી પ્રેરણા લઈને પોતાને ફિટ રાખવા માટે યોગ કરે છે. બોલિવુડ એક્ટ્રેસ મલાઈકા અરોડા યોગ કરતા પોતાના વીડિયો અને ફોટો શેર કરતી રહે છે.
મલાઈકાનો યોગ કરતો વીડિયો
એક્ટ્રેસ મલાઈકા અરોડાની યોગા ટ્રેનર વંશિકા પાંડેએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક્ટ્રેસ પાવર યોગ કરતા જોવા મળી રહી છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે યોગ કરવા માટે તમારે જે ઉપરણોની જરૂર પડે છે તે છે તમારૂ શરીર અને મગજ.
પાવર યોગ કરવાના ફાયદા
પાવર યોગ કે ડિટોક્સ ટ્વિસ્ટ કરવાથી ઘણા ફાયદા થાય છે. આ કેલેરીને ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે. જેનાથી શરીરમાં જમા એક્સ્ટ્રા ફેટને ઓછી કરવામાં મદદ મળે છે. સાથે જ આ આસનમાં ઘણા પ્રકારના યોગ પોઝ કરવામાં આવે છે જેનાથી તમારી બોડીને ફ્લેક્સિબલ બનાવવામાં મદદ મળે છે.
વધુ વાંચો: શું કારની જેમ બાઇકમાં પણ લગાવી શકાય CNG કિટ? જાણો કેવી રીતે કામ કરશે આ ટેક્નિક
સાથે જ પાવર યોગ તમારા શરીરના સાથે જ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સાથે જ જો તેને નિયમિત રૂપથી કરવામાં આવે તો તે એનર્જી લેવલને વધારવામાં પણ મદદ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.