બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Yes Bank to receive investment from stock market investors and banking sector amid economic crisis

Yes Bank Crisis / શેરબજારના કિંગ ગણાતા આ રોકાણકારોએ YES Bankને સંકટમાંથી ઉગારવામાં દાખવ્યો રસ

Shalin

Last Updated: 05:28 PM, 11 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યસ બેન્કનો બેલઆઉટ પ્લાન લગભગ તૈયાર થઇ ગયો છે અને યસ બેન્કને ઉગારવાની આ યોજના મંજૂરી અર્થે RBI મોદી કેબિનેટને આજકાલમાં જ મોકલશે. RBIના બેલઆઉટ પ્લાનના ડ્રાફ્ટ અનુસાર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા યસ બેન્કમાં 49 ટકા સુધીનો હિસ્સો ટેકઓવર કરશે અને SBI રૂપિયા 5000 થી 7000 કરોડ સુધીનું રોકાણ કરી શકે છે.

જ્યારે FII અને PE ફંડ રૂપિયા 500 થી 700 કરોડનું રોકાણ કરી શકે છે. ICICI પ્રૂડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ તરફથી રૂપિયા 700 થી 1000 કરોડ સુધીનું રોકાણ આવી શકે છે. HDFC ગ્રૂપ રૂપિયા 500 થી 700 કરોડ યસ બેન્કમાં લગાવી શકે છે, જ્યારે રાકેશ ઝુનઝુનવાલા રૂપિયા 350 થી 700 કરોડ અને આર. દમાની રૂપિયા 350 થી 500 કરોડનું રોકાણ કરી શકે છે.

આર. દમાની
રાકેશ ઝુનઝુનવાલા

અહેવાલ અનુસાર યસ બેન્ક પર RBI દ્વારા જે પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે તે સંપૂર્ણપણે શનિવાર સુધીમાં હટાવી લેવામાં આવશે. આ ઉપરાંત હવે યસ બેન્કના ગ્રાહકો બીજી બેન્કના ખાતાથી લોનના EMI અને ક્રેડિટકાર્ડની બાકી રકમનું પેમેન્ટ કરી શકશે. યસ બેન્ક માટે બોર્ડની રચના કરાશે, જેમાં CEO, MD, નોન એક્ઝિક્યુટિવ ચેરમેન-ડાયરેક્ટર રહેશે.

યસ બેંકના પૂર્વ મેનેજીંગ ડાયરેક્ટર રાણા કપૂરની ધરપકડ કરવામાં આવી છે

રાણા કપૂર

ED એ શનિવારે રાતે 3 વાગે રાણા કપૂરની ધરપકડ કરી હતી. રાણા કપૂર પર આરોપ છે કે તેણે ઘણી શેલ કંપનીઓનું ગઠન કર્યું છે, જેમાં લાંચથી મળેલી રકમનું સેટિંગ કરી શકાય. ED પાસે આ વાતના પૂરાવા છે કે DHFL ને રાણા કપૂરની મદદથી લોન આપવામાં આવી, જ્યારે DHFL તેની ચૂકવણી કરવામાં નિષ્ફળ રહી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

ED ICICI Rakesh Zunzunvala Yes Bank hdfc yes bank crisis યસ બેંક રાકેશ ઝુનઝુનવાલા રાણા કપૂર yes bank crisis
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ