બ્રેકિંગ ન્યુઝ
VTV / 'Yellow Saree' Polling Officer Change Look, Seen in Lucknow in Different Estimates, Image Viral
Hiralal
Last Updated: 05:52 PM, 22 February 2022
ADVERTISEMENT
2019ની લોકસભા ચૂંટણીમાં પીળી સાડી પહેરેલી મહિલા પોલિંગ ઓફિસરનો ફોટો વાયરલ થયો હતો. આ મહિલા પોલિંગ ઓફિસર 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન એકવાર ચર્ચામાં છે. આ અધિકારીનું નામ રીના દ્વિવેદી છે. લખનઉની રહેવાસી રીના દ્વિવેદી આ વખતે રાજધાનીના મોહનલાલગંજ વિધાનસભા ક્ષેત્રના ગોસાઈગંજ બૂથ પર મતગણતરી કરશે.
ADVERTISEMENT
આ વખતે બ્લેક સ્લીવલેસ ટોપ અને ઓફ વ્હાઈટ ટ્રાઉઝર પહેરીને આવ્યાં
2019ની લોકસભાની ચૂંટણીમાં રીના દ્વિવેદીને ઈલેક્શન ડ્યુટીમાં હતા ત્યારે પીળી સાડી પહેરીને ચર્ચામાં આવ્યાં હતા. તેમની પીળી સાડી વાળી તસવીર ઈન્ટરનેટ પર તહેલકો મચાવ્યો હતો. હવે આ વખતે તેમને મોહનલાલગંજમાં મતદાનના કામમાં લગાડાયા છે. મંગળવારે તેઓ ઈવીએમ મશીન લઈને ચૂંટણી ડ્યુટીમાં પહોંચ્યાં હતા ત્યારે તેઓ બ્લેક સ્લીવલેસ ટોપ અને ઓફ વ્હાઈટ ટ્રાઉઝરમાં આવ્યાં હતા
Poll offficer Reena dwivedi of lucknow is known as Yellow Saree Sansani...today seen in western outfit... pic.twitter.com/jUNndl8y4x
— Vinod Mishra (@vinumisra) February 22, 2022
રીના સાથે સેલ્ફી લેવા લોકોની પડાપડી
રીના દ્વિવેદીનો નવો લુક જોવા માટે ત્યાં લોકોની ઘણી ભીડ ભેગી થઈ ગઈ હતી. લોકોની સાથે પોલીસકર્મીઓ પણ તેમની સાથે સેલ્ફી લેવા પડાપડી કરી રહ્યાં હતા.
દરેક વખતે અપડેટ રહેવું પસંદ-રીના
રીનાનું કહેવું છે કે હું તો ફેશનને ફોલો કરુ છું. મને તો દરેક વખતે અપડેટ રહેવું પસંદ છે. તેને કારણે ગેટઅપ પણ બદલાતો રહે છે.વેસ્ટર્ન ડ્રેસ અને સન ગ્લોસ પહેરીને રીના દ્વિવેદીએ જણાવ્યું હતું કે, "મેં ગત વખતે પીળી સાડી પહેરી હતી, આ વખતે થોડું ચેન્જ કર્યું હતું, આ બદલાવ તો થતો જ રહેવો જોઈએ. રીના દ્વિવેદીની નવી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. રીના દ્વિવેદી લખનૌમાં જાહેર બાંધકામ વિભાગની ઓફિસમાં ક્લાર્ક તરીકે તૈનાત છે.
કોણ છે રીના દ્વિવેદી
રીના દ્વિવેદી યુપીના દેવરિયા જિલ્લાની રહેવાશી છે. તેમનો એક 13 વર્ષનો પુત્ર પણ છે. તેઓ લખનઉ પીડબલ્યુડી વિભાગાં ક્લાર્ક તરીકે નોકરી રહ્યાં છે. તેમના ઘણા ટીકટોક વીડિયો પણ વાયરલ થયા હતા જેમાં તેમણે પીળી સાડી પહેરી હતી. વીડિયોમાં તેમણે હરિયાણી ગીત પર ઠૂમકા લગાવ્યાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.