આજના સમયમાં જો જોવા જઇએ તો વાસ્તુ શાસ્ત્રને લોકોની વચ્ચે પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. જો બધું વાસ્તુના હિસાબથી વ્યક્તિ કરે છે તો એને આવનારા સમયમાં ઘણી પરેશાનીઓથી છુટકારો મળી રહે છે.
કહેવાય છે કે જો ઘરને વાસ્તુના હિસાબથી બનાવવામાં આવે તો વધારે સારા પરિણામ મળે છે. વાસ્તુ અનુસાર પીળો રંગ શુભ માનવામાં આવ્યો છે. એવું કહેવામાં આવે છે કે પીળો રંગ જો ઘરની દિવાસમાં પેન્ટ કરવામાં આવે તો એ ઘરમાં સકારાત્મક ઊર્જા લાવે છે. તો આજે અમે તમને પીળા રંગ માટે જણાવીશું કે કેવી રીતે એનો ઉપયોગ કરીને તમે તમારા ઘરમાં ખુશીઓ લાવી શકો છો.
વાસ્તુ શાસ્ત્રના હિસાબથી પીળા રંગના ફૂલ પોઝીટીવ એનર્જીનું પ્રતીક માનવામાં આવે છે એને ઘરમાં રાખવાથી સકારાત્મક ઊર્જા વધે છે.
પીળા રંગના ફૂલોથી ઘર સજાવવામાં આવે તો સકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધે છે.
ઘરની દિવાલો પર પીળો અને લાઇટ પીળો રંગ કરવો જોઇએ. કારણ કે આ પોઝિટીવ ઊર્જા ઘરમાં લાવે છે. જો સમગ્ર ઘરમાં પીળો રંગ ના કરાવી શકો તો પૂર્વ દિશાની દિવાર પર જરૂર કરાવો.
કિચનની દીવાલો પર પીળો રંગ કરાવો એનાથી ખુશી આવે છે સાથે જ સકારાતમ્ક ઊર્જા પણ મળે છે.
બેડરૂમમાં પણ પીળો રંગ કરવાથી ફાયદો મળે છે એનાથી દાંપત્ય જીવનમાં સુખ મળે છે .
સુખ સમૃદ્ધિ માટે મંદિરમાં ભગવાનને પીળા રંગના ફૂલ અર્પણ કરવા જોઇએ એનાથી વ્યક્તિને ફાયદો મળે છે.