ચૂંટણી /
યેદિયુરપ્પાએ JDS સાથે સરકાર બનાવવાનો કર્યો ઇન્કાર, કહ્યુ- 'ફરીથી ચૂંટણી થાય'
Team VTV10:55 AM, 27 May 19
| Updated: 10:59 AM, 27 May 19
લોકસભા ચૂંટણી પછી કર્ણાટકમાં JDS-કોંગ્રેસ મહાગઠબંધન ગમે ત્યારે તૂટસે તેવી શક્યતાઓએ જોર પકડ્યુ છે.
આ વચ્ચે કર્ણાટક ભાજપના પ્રમુખ અને પૂર્વ મુંખ્યમંત્રીએ કહ્યુ, ''અમે રાજ્યમાં JDSની સાથે મળીને સરકાર બનાવવાના કોઇ પ્રયાસ નથી કરી રહ્યા. અમે ઇચ્છીએ છીએ કે ફરીથી ચૂંટણી થાય.''
યેદિયુરપ્પાએ સ્પષ્ટ કર્યુ કે, ''JDSની મદદથી સરકાર બનાવવાનું કામ અસંભવ છે. એચડી કુમારસ્વામીની આગેવાનીમાં 20-20 ડીલ અંતર્ગત શાસન ચલાવવાનો અનુભવ ઘણો જ ખરાબ રહ્યો હતો. હું બીજી વખત આવી ભૂલ નથી કરવા માગતો. 2007માં ભાજપ અને JDSમાં 20-20 મહિના સત્તા ચલાવવાની સમજૂતી થઈ હતી. ત્યારે 20 મહિના સરકાર ચલાવ્યાં બાદ કુમારસ્વામીએ પદ પરથી હટવાનો ઈન્કાર કરી દીધો હતો. જે બાદ ભાજપ સરકારમાંથી સમર્થન પાછુ ખેંચી લીધું હતું.''
અમારી પાસે કોઇ વિકલ્પ નથી:
યેદિયુરપ્પાએ કહ્યુ કે, ''અમે નવી વિધાનસભાની ચૂંટણી માટે તૈયાર છીએ. પાર્ટીની પાસે કોઇ બીજો વિકલ્પ નથી. લોકસભા ચૂંટણીમાં 26 સીટ હાર્યા પછી JDS-કોંગ્રેસ ગઠબંધન પર જનતાને ભરોસો રહ્યો નથી. જો આ પછી પણ ગઠબંધન સરકાર ચાલતી રહેશે તો લોકોનો મત અમારા વિરુદ્ઘ થઇ જશે.''
યેદિયુરપ્પાએ આરોપ પણ લગાવ્યો કે, ગઠબંધનના બંને પક્ષ
(કોંગ્રેસ-JDS) જનતાની સમસ્યાઓનું સમાધાન કરવાને સત્તામાં ટકી રહેવાની કવાયત કરતાં વધુ જોવા મળે છે. 1લી જૂને મળનારી બેઠકમાં આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે.
'સુમનલતાનું સ્વાગત'
જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે, શું ભાજપ સુમનલતા અંબરીશનું સ્વાગત કરશે, જેના અંગે યેદિયુરપ્પાએ કહ્યું કે, ''જો તેઓ પાર્ટીમાં આવવા માગે છે તો તેમનું સ્વાગત છે. લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર સુમનલતાને માંડ્યા સીટ પરથી JDS ઉમેદવાર અને કુમારસ્વામીના પુત્ર નિખિલને હરાવ્યો હતો. JDS પ્રમુખ અને પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા પણ તુમકુર સીટથી હારી ગયા હતા.''