બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / યશસ્વી જયસ્વાલે ડેબ્યૂ મેચમાં જ ચમક્યો, હવામાં ઉડીને લપક્યો 'રિવર્સ રનિંગ' કેચ, જુઓ Video
Last Updated: 05:30 PM, 6 February 2025
ટીમ ઈન્ડિયા માટે T20 અને ટેસ્ટમાં તહલકો મચાવેલા યશસ્વી જયસ્વાલે આજે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પહેલા વન ડે મેચ અગાઉ ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ડેબ્યૂ કેપ પહેરાવી. યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામેની પોતાની ડેબ્યૂ મેચમાં મેદાન પર આવતાની સાથે જ તબાહી મચાવવાની શરૂ કરી દીધી.
ADVERTISEMENT
ડેબ્યૂ મેચ દરમિયાન યશસ્વી જયસ્વાલે એક એવો કેચ પકડ્યો જેને જોઈને ભારતીય ફેન્સ ખુશીથી કૂદવા લાગ્યા. જયસ્વાલના કેચને જોઈને ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ખેલાડી ટ્રેવિસ હેડની યાદ આવી ગઈ કેમ કે તેમણે પણ વન ડે વર્લ્ડ કપ 2023 માં રોહિત શર્માનો કેચ એકદમ આવી જ રીતે પકડ્યો હતો.
𝗠. 𝗢. 𝗢. 𝗗! ☺️👌
— BCCI (@BCCI) February 6, 2025
First ODI wicket for Harshit Rana ✅
First catch in ODIs for Yashasvi Jaiswal ✅
Follow The Match ▶️ https://t.co/lWBc7oPjmF#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/ii2GO6uWOm
ADVERTISEMENT
યશસ્વી જયસ્વાલે પકડ્યો શાનદાર કેચ
ઈંગ્લેન્ડની ઇનિંગમાં 10મી ઓવર ચાલી રહી હતી. ભારત તરફથી આ ઓવર હર્ષિત રાણા નાખી રહ્યો હતો. તેની આ ઓવરની ત્રીજી બોલ પર બેન ડકેટ મોટો શૉટ રમવા ગયો પરંતુ બોલને બેટના ઉપરના કિનારે લઈ લીધી અને એક કેચની તક આપી દીધી. યશસ્વી જયસ્વાલે આ મોકાને ઝડપી લીધો અને લાંબી દોડ લગાવીને તે કેચને પકડી લીધો. આ કેચમાં જયસ્વાલનો પ્રયત્ન જોવા લાયક હતો.
REMARKABLE FROM THE DEBUTANT YASHASVI JAISWAL 🥶 pic.twitter.com/yHTPIBmAXV
— Johns. (@CricCrazyJohns) February 6, 2025
ઈંગ્લેન્ડની સ્પીડ પર લાગ્યો બ્રેક
આ કેચ નહતો, મેચ હતી. આ ઝડપે રમી રહેલા ઈંગ્લેન્ડને પાઠ ભણાવ્યા જેવું હતું, કેમ કે આ બાદ ઈંગ્લેન્ડના રનોની ઝડપમાં મોટો ઘટાડો જોવા મળ્યો અને આનથી ટીમ ઈન્ડિયાને મેચમાં વાપસીનો મોકો મળી ગયો. અહીં સૌથી મોટી વાત એ છે કે બોલર અને કેચર બંને ડેબ્યુટન્ટ હતા.
વધુ વાંચો:VIDEO : ડેબ્યૂ વનડેમાં 'રિવર્સ રનિંગ' કેચ ઝડપીને યશસ્વીએ ઉછળીને હવામાં જંપ માર્યો, ચાહકોને ગમશે
હર્ષિત રાણા અને યશસ્વી જયસ્વાલનો વનડે ડેબ્યૂ
વાત કરીએ મેચની તો ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાતા પહેલા વનડે મુકાબલાથી ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને પ્લેઇંગ ઇલેવનથી બહાર છે. કોહલીને ડાબા ઢીંચણની સમસ્યા છે જેના કારણે તે આ મેચનો ભાગ નથી બની શક્યો. ત્યારે ટીમ ઈન્ડિયા તરફથી આ મુકાબલામાં હર્ષિત રાણા અને યશસ્વી જયસ્વાલને ડેબ્યૂ કેપ સોંપવામાં આવી. જયસ્વાલને કેપ્ટન રોહિત શર્માએ ડેબ્યૂ કેપ સોંપી ત્યારે હર્ષિત રાણાને મોહમ્મદ શમીએ ડેબ્યૂ કેપ પહેરાવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.