yash soni and janki bodivala announced they are in relationship
ગુજરાતી સિનેમા /
Chhello Divas ના આ બે ગુજરાતી સ્ટાર્સે કરી રિલેશનશીપની જાહેરાત, લોકોએ કહ્યું લગ્ન કરી લો
Team VTV12:18 PM, 01 May 22
| Updated: 12:19 PM, 01 May 22
છેલ્લો દિવસનાં અભિનેતા યશ સોની અને અભિનેત્રી જાનકી બોડીવાલાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને પોતાની રિલેશનશિપ અંગે જાણકારી આપી છે.
છેલ્લો દિવસનાં એક્ટર્સ યશ સોની અને જાનકી બોડીવાલા રિલેશનશિપમાં
ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી આપી જાણકારી
લગ્ન ક્યારે કરશે તે અંગે કોઈ જાણકારી નહીં
છેલ્લો દિવસનાં એક્ટર્સ યશ સોની અને જાનકી બોડીવાલા રિલેશનશિપમાં
છેલ્લો દિવસથી પોપ્યુલર બનેલા અને પછી ચાલ જીવી લઈએ ફિલ્મથી દર્શકોનાં દિલમાં રાજ કરનાર અભિનેતા યશ સોનીએ લાઈફ પાર્ટનરને લઈને સોશિયલ મીડિયા પર ઓફિશિયલ જાહેરા કરી દીધી છે. અભિનેતા યશ સોની અને અભિનેત્રી જાનકી બોડીવાલાએ હવે પોતાના પ્રેમને જાહેરમાં વ્યક્ત કરી દીધો છે.
આ વાતની જાણકારી એક્ટર યશ સોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની અને જાનકીની તસવીર શેર કરીને આપી છે. તેમણે પોતાની અને જાનકીની ક્યૂટ તસવીર શેર કરી છે અને સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે મુશ્કેલીઓ હોવા છતાં, અમે એકસાથે ખુશ છીએ અને આ જાહેરાત કરતા આનંદ થયો. અમારા પરિવારનાં આશીર્વાદ સાથે જીવનની સુંદર સફર પર.
બીજી તરફ એક્ટ્રેસ જાનકીએ પણ આ તસવીર શેર કરી છે અને કેપ્શનમાં યશ સોનીએ લખેલા જ શબ્દો લખ્યા છે.
અભિનેતા યશ અને અભનેત્રી જાનકી લગ્નનાં બંધનમાં ક્યારે બંધાશે, તે વિષે કોઈ જાણકારી મળી નથી, પરંતુ એવું લાગે છે કે કદાચ આ જ વર્ષે તેઓ લગ્નનાં બંધનમાં બંધાઈ શકે છે.