Yash-Nusrat romantic photos go viral after Nikhil's shocking revelation
મહાવિવાદ /
નીખિલના ચોંકાવનારા ખુલાસા બાદ યશ-નુસરતની રોમાન્ટિક તસવીરો વાયરલ
Team VTV02:42 PM, 11 Jun 21
| Updated: 03:41 PM, 11 Jun 21
TMCની સાંસદ નુસરત જહાં અને તેના પતિ નીખિલ જૈન વચ્ચે ચાલી રહેલા વિવાદે એક અલગ વળાંક લીધો છે.
નીખિલ જૈને કર્યા પત્ની વિશે ખુલાસા
નુસરત અને યશની તસવીરો આવી સામે
રોમાન્ટિક પોઝ આપતા નજરે આવ્યા
નીખિલ જૈને નુસરત વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે અને કહ્યું કે, તેની પાસે ઘરની લોન ભરવાના પૈસા પણ નહોતા. મેં તેને પૈસા આપ્યા અને લગ્નના થોડા જ દિવસોમાં તેણે મારી સાથે દગો કરવાની શરૂઆત કરી દીધી હતી. આ ખુલાસા બાદ યશ અને નુસરતની રોમાન્ટિક તસવીરો વાયરલ થઇ રહી છે.
અફવા છે કે નુસરતનું એક્સ્ટ્રા મેરિટલ અફેર BJPના નેતા યશ દાસગુપ્તા સાથે ચાલી રહ્યું છે અને નુસરતનું બાળક પણ નીખિલનું નથી. નુસરત અને યશ સાથે અલગ અલગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે.
નુસરત પ્રેગનેન્ટ છે પરંતુ તેનો પતિ કહે છે કે આ બાળક તેનું નથી કારણકે 2020 ડિસેમબરથી બંને વ્યક્તિ અલગ રહી રહ્યાં છે.
શું છે વિવાદ
TMC સાંસદ તથા એક્ટ્રેસ નુસરત જહાં અને તેના પતિ નિખિલ જૈન બંનેના અલગ થવાની ચર્ચા બાદ હવે પતિ નિખિલ જૈન દ્વારા ઘણો મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. નુસરતે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે નિખિલે આર્થિક રીતે તેની સતામણી કરી હતી. વધુમાં તેણે કહ્યું કે આ લગ્ન ગેરમાન્ય છે અને આ લગ્નને કોઈ પણ પ્રકારની માન્યતા મળી જ નથી. આ આરોપો બાદ નિખિલે બધી જ વાતોનો ખુલાસો કર્યો છે સાથે તેણે 2 પાનાંનું સ્ટેટમેન્ટ રજૂ કર્યું છે.
આ આરોપો બાદ નિખિલે બધી જ વાતોનો ખુલાસો કર્યો
નિખિલે આ સ્ટેટમેન્ટમાં કહ્યું "મે નુસરત સાથે લગ્ન કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો તેણે ખુશી ખુશી આ પ્રસ્તાવ સ્વીકાર્યો પણ હતો, અમે જૂન 2019 માં તુર્કીમાં જઈ ડેસ્ટિનેશન લગ્ન કર્યા હતા અને પછી ભારત આવી કોલકાતામાં રિસેપ્શન આપ્યું હતું. અમે પણ સમાજમાં રહેતા બીજા પતિ પત્નીની જેમ સાથે જ રહેતા હતા અને લોકો પણ અમને પતિ પત્નીની જેમ જ સ્વીકાર્યા હતા. મે એક જવાબદાર પતિની જેમ સમય અને પૈસા બધુ જ નુસરતને આપ્યું હતું. નુસરતના નજીકના મિત્રો અને પરિવાર વાળા બધુ જ જાણે છે કે મે નુસરત માટે શું શું કર્યું છે. મે હમેશા કોઈ પણ શરત વગરનું જીવન તેની સાથે વિતાવ્યું પણ લગ્ન બાદ તે સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ. 2020 માં એક ફિલ્મના શૂટિંગ દરમ્યાન તેણે વ્યવહાર બદલાઈ ગયા, તેના પાછળનું કારણ તે જાણે છે. મે અને ઘણી વાર કહ્યું કે આપણે આપણાં લગ્ન રજીસ્ટર કરાવી લઈએ, પણ તે માની જ નહીં. 5 નવેમ્બર 2020ના રોજ તે મારા ઘરમાંથી બધો સમાન અને જરૂરી દસ્તાવેજો લઈને જતી રહી. 2021 માં મે એના ઘરની લોન માટેના પૈસા ચુકવ્યા હતા, હાલ જે પૈસા મને આપી રહી છે, તે લોનનું રિપેમેન્ટ છે. હવે હકીકત શું છે તે તો એ બંને જ જાણે.
નુસરત જહાં મમતા બેનર્જીની પાર્ટી TMC ની સાંસદ છે
નુસરત જહાં, આ નામ તમે ઘણા લોકોના મોઢા પર સાંભળ્યું હશે અને ઘણા લોકોએ તેમની ચર્ચા અવારનવાર સમચારના માધ્યમોથી સાંભળી પણ હશે. પણ જો તમે આ નામથી અને તેમના કયાંથી અજાણ હોવ તો અમે તમને જણાવી દઈએ કે નુસરત જહાં મમતા બેનર્જીની પાર્ટી TMC ની સાંસદ છે, તેઓ બંગાળી ફિલ્મોમાં એક્ટ્રેસ તરીકે કામ કરતાં હતા. હાલમાં તેમની પાસે ઘટેલ એક ઘટનાને કારણે સોશિયલ મીડિયા પર હૉટ ટૉપિક બની ગયા છે. ચાલો જાણીએ શું છે આ મામલો.